SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ *(: લેખકનો પરિચય :) * શાહ કવિનચંદ્રમાણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ.તા. : 30-3-36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. ઈ.સ. ૧૯૫૫થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. ઈ.સ. 1966 થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ, જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક' વિજેતા (કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન) સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો રહા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (1972 જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહર અને લોગસ્સનો જાપ પૂર્ણ કરેલ છે. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી: એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો), હરિયાળી સ્વરુપ અને વિભાવના, ગઝલની સફર, જૈન ગીતો કાવ્યોનો પરિચય, ફાગણકે દિન ચાર (હોળી ગીતો). શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રૂપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ - બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર - એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ. * પત્ની અ. સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજીમ. સા. (પુત્રી). આગામી પ્રકાશન : જૈન પત્ર સાહિત્ય, બીજમાં વૃક્ષ તું. Jain Education international 2010 03
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy