________________
બે લોગસ્સ અને એક લોગસ્સના કાઉસ્સગ્ગ સુધીનું ગણાય છે. ૬ – પચ્ચકખાણ અવિરતિપણાનો જેમાં ત્યાગ થાય છે છઠું આવશ્યક જેમાં પચ્ચકખાણ કરાય છે. (પ્રતિક્રમણની શરૂઆતમાં પચ્ચકખાણ લેવાનું બાકી હોય તો અહિં લઈ લેવાય છે. પછી જ આવશ્યક પૂરા થાય તે
કડી બોલાય છે.) ૧૧૧૩ પ્રશ્ર પ્રતિક્રમણ અથવા દેવવંદનમાં આપણે જે થોય જોડો ચાર
ગાથાનો બોલીએ છીએ તેમાં કોની કોની સ્તુતિ હોય છે? ઉત્તર થોય જોડાની પહેલી ગાથા – એક બે કે પાંચ તીર્થકરની
સ્તુતિ હોય, બીજી ગાથામાં સર્વ જીનેશ્વરોની સ્તુતિ હોય, ત્રીજી ગાથામાં જ્ઞાન એટલે આગમની સ્તુતિ હોય અને ચોથી
ગાથામાં શાસનના અધિષ્ઠાયક દેવદેવીની સ્તુતિ હોય છે. ૧૧૧૪ પ્રશ્ર ધર્મ શાસ્ત્રકારો એ પાણી ઉકાળીને પીવાનું શા માટે કહ્યું
છે? પાણી ઉકાળવાથી તો તેમાંના જીવો મરી જાય અને પાપ લાગે? ઉકાળતાં ત્રણ ઉભરા આવેલું પાણી નિર્જીવ બને છે. જીવ વગરનું બને છે અને તે પાણી શિયાળામાં ૪ પ્રહર, ઉનાળામાં ૫ પ્રકર, ચોમાસામાં ૩ પ્રહર સુધી જીવો ઉત્પન્ન થતાં નથી.
જ્યારે કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. આથી ઉકાળેલું પાણી પીવાથી તે સર્વજીવોનું રક્ષણ થાય છે. આપણો ધર્મ પળાય છે અને
વીતરાગ ભગવંતની આજ્ઞા પણ પળાય છે. ૧૧૧પપ્રશ્ન દ્વિદળ-વિદળ એટલે શું? તેની સાથે કઈ કઈ વસ્તુઓ ન
ખવાય અને શા માટે ?
ઉત્તર,
(૪૩૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org