SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૩ પ્રશ્ન ઉપસર્ગ અને પરિષદમાં તફાવત શું? ઉત્તર આપત્તિ-સંકટ-દુ:ખ કોઈ મનુષ્ય, દેવ કે પશુ પક્ષી વડે કરાતું હોય તે ઉપસર્ગ કહેવાય છે. અને કોઈ વ્યક્તિ વડે ન કરાતું હોય પરંતુ કુદરતી આવી પડતું હોય તે પરિષહ કહેવાય છે. ૯૬૪ પ્રશ્ન શ્વેતાંબર સંપ્રદાયના ત્રણ પેટા કયા કયા? ઉત્તર (૧) મૂર્તિ પૂજક, (૨) સ્થાનકવાસી, (૩) તેરાપંથી ૯૬૫ પ્રશ્ન જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત શું? ઉત્તર સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ - અપેક્ષાવાદ આ જગતનું કોઈપણ સ્વરૂપ અપેક્ષા વિશેષથી જ પરંતુ એકાંત નથી. જેમ કે રામચંદ્રજી મોટા છે, લક્ષ્મણ અને ભરતની અપેક્ષાએ જ સત્ય છે. પરંતુ દશરથ રાજાની અપેક્ષાએ નાના જ છે. સ્યા એટલે અપેક્ષાપૂર્વક, વાદ એટલે બોલવું. તે સ્યાદવાદ તેને કથંચિત્ વાદ પણ કહેવાય છે. ૯૬૬ પ્રશ્ન મૂર્તિ તો જડ છે પથ્થરની બનેલી છે તે જીવના ભાવોનો કર્તા કેમ બને? મૂર્તિ પથ્થરની હોવા છતાં પ્રાણ પ્રતિષ્ઠા અંજન શલાકા કર્યા પછી તે મૂર્તિમાત્ર નથી પણ આરોપિત પ્રભુ જ છે, ભગવાન છે. જેમ માતા-પિતાના ફોટાઓ જડ હોવા છતાં તેઓના ઉપકારોની સ્મૃતિનું કારણ બને છે. રાજકીય નેતાઓના ફોટાઓ તેઓની રાજ્ય અવસ્થાના પરાક્રમોની મૃતિ કરાવે છે તેવી જ રીતે ભગવંતોની મૂર્તિ પણ ભગવાનના ઉપકારોની સ્મૃતિ કરાવે છે. ૯૬૭ પ્રશ્ન પદસ્થ અને રૂપાતીત અવસ્થાનો અર્થ શું? ઉત્તર ૩૭૦ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy