SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૧ પ્રશ્ર કલ્પસૂત્ર આદિ આગમગ્રંથો શ્રાવકોથી વંચાય ખરા? ઉત્તર શાસ્ત્રોમાં સાધુઓને પણ કલ્પસૂત્ર આદિ આગમોનું પઠન પાઠન યોગોદ્વહન કર્યા પછી કરવાનું કહ્યું છે. યોગદ્વહન કર્યા વગર આગમના પઠન-પાઠનની સાધુને પણ મનાઈ છે તો પછી શ્રાવકો તો તે આગમોનું પઠન પાઠન કઈ રીતે કરી શકે ! વિગઈની વૃદ્ધિવાળા સાધુને શાસ્ત્રોમાં આગમ ભણાવવાની મનાઈ કરી છે કેમ કે તેને તે આગમથી યથાર્થ પરિણામ પમાડી શકાતા નથી. જે આગમો અનેક ગુણો પેદા કરી આત્મકલ્યાણ કરનારા છે તે જ આગમો વિગઈના રસીયાને ગુણો પેદા કરી શકતા નથી ઉલ્ટા દોષો પેદા કરે છે. તો પછી સંસારમાં પડેલા વિષય-કષાયથી ભરેલા શ્રાવકોને તે આગમનું વાંચન આદિ આત્મદષ્ટિએ કઈ રીતે લાભ કરી શકે. (પા. નં. ૧૧૦) ૭૩ર પ્રશ્ન પોષહ અસૂરો લીધો સવેરો પાર્યો એનો અર્થ શું? (પા. નં. ૧૧૦) ઉત્તર પૌષધ સૂર્યોદય પહેલાં લેવો જોઈએ અને સૂર્યાસ્ત પછી પારવો જોઈએ. જો સૂર્યોદય પછી પૌષધ લે તો તે પૌષધ અસૂરો લીધો કહેવાય અને સૂર્યાસ્ત પહેલા પૌષધ પારે તો તે પોષધ સવેરો પાર્યો કહેવાય. (પા. નં. ૧૧૧) ૭૩૩ પ્રશ્ર પૌષધમાં સાઢપોરસી આયંબિલ કે એકાસણું કરે તો શાસ્ત્રીય દષ્ટિએ કોઈ બાધ ખરો? ઉત્તર પૌષધમાં બીજી વખતના દેવવંદન કાળ વખતે કરવાના હોય છે અને તે દેવવંદન કર્યા પછી જ પચ્ચખાણ પરાય છે એ હિસાબે મુખ્યરીતે પૌષધમાં શાસ્ત્રીય દષ્ટિએ પરિમુઢ આયંબિલ (૩૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy