________________
વર્ષે. ૬૬૩ પ્રશ્ન રાત્રિએ અને દિવસના સમયે કોઈપણ વખતે સામાયિક થઈ
શકે કે નહિ? ઉત્તર જરૂર થઈ શકે છે. સામાયિક એ એવી વિધિ છે કે તેને રાત્રિનો
અથવા દિવસનો બાધ આવતો નથી. ગમે તે સમયે સામાયિક કરવું અને તેનો લાભ મેળવવો એ સરલ અને પદ્ધતિસરનું
છે.
૬૬૪ પ્રશ્ર પ્રતિક્રમણ કરનારા જે હોય તેઓને સામાયિક નહોય અથવા
તો વખત બે ઘડી ન જોઈએ તેમ ખરું? ઉત્તર પ્રતિક્રમણના છ આવશ્યક હોવાથી સામાયિક તો જરૂર જોઈએ
વળી “જાવનિયમ' નો અર્થ જ ચૂર્ણિકાર જઘન્યથી બે ઘડી કહે છે માટે કોઈપણ સામાયિક બે ઘડીથી ઓછી મુદતનું
હોય જ નહિં. ૬૬૫ પ્રશ્ર શ્રાવકના અતિચારમાં બેસતાં નવકાર ન ભણ્યો ઉઠતાં
પચ્ચકખાણ કરવું વિચાર્યું એવું જે આવે છે તે એકાસણું વિગેરે કર્યા પછી પચ્ચકખાણ લેવું જોઈએ તે માટે છે કે બીજા
માટે ? ઉત્તર પૌષધ વિગેરેમાં એકાસણું કર્યું હોય ત્યારે અથવા સામાન્યપણે
પણ એકાસણા વિગેરે કરવા બેસતાં પચ્ચકખાણ પહેલા પાર્યું હોય તો પણ ઈષ્ટ સ્મરણ માટે પહેલા નવકાર ગણવો જોઈએ અને એકાસણા વિગેરેમાં ઘણા આગાર હોવાથી આગારના ઓછાપણાં માટે તિવિહારનું પચ્ચકખાણ કરવું જોઈએ અને ન કરે તો તપાચારમાં દૂષણ લાગે માટે કહ્યું છે.
૨૮૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org