________________
उवणीयं सोवयारं च मियं मधुरमेव य ||1|| દોષરહિત હોય, સામાયિકની માફક ઘણા પર્યાયવાળું હેતુવાળું, ઉપમાદિ અલંકારવાળું, ઉપસંહારવાળું હોય, ગામડીયા ભાષાવાળું ન હોય, વર્ણાદિ નિયત પ્રમાણવાળું
અને સાંભળતાં મનોહર લાગે તેવું સૂત્ર હોવું જોઈએ. ૪૯૬ પ્રશ્ન નયાભાસ એટલે શું? ઉત્તર સ્વામિપ્રેતાય શાદિતરાં શાલાપીનયાભાસા નયાભાસ શબ્દનો
વ્યુત્પત્તિથી અર્થ આ પ્રમાણે થાય છે. પોતાના ઈચ્છેલા પદાર્થના અંશથી બીજા અંશનો જે નિષેધ કરે તેમજ નયની
જેમ દેખાય તે નયાભાસ છે. ૪૯૭પ્રશ્ન નય અને પ્રમાણનો ભેદ જાણવો? ઉત્તર એક અંશને ગ્રહણ કરનાર નયશ્રુત કહેવાય છે જેમકે આત્મા
નિત્ય છે કે અનિત્ય છે? આ બંને ધર્મમાંથી એક ધર્મને જણાવનાર નય શ્રત છે. બંને ધર્મને જણાવનાર સ્વાવાદ શ્રુત કહેવાય છે. અથવા પ્રમાણ કહેવાય છે. નય પ્રમાણનો એક અંશ છે. એક એક અભિપ્રાયનું પ્રતિપાદન કરનાર નય અને સર્વ અભિપ્રાયનું સંકલન કરનાર પ્રમાણ છે. દરેક વસ્તુમાં અનંત ધર્મો છે. પરંતુ તે ધર્મોનો સામાન્ય અને વિશેષ એમ બંને ધર્મોનો સમાવેશ થાય છે. પ્રમાણ નય તત્વા લોકાલંકારમાં પ્રમાણનું લક્ષણ આ પ્રમાણે જણાવ્યું છે. આ ગ્રંથના પ્રશ્નોત્તર વ્યાખ્યાત્મક શૈલી તેમજ માહિતી પ્રધાન છે. કર્મગ્રંથ, નયવાદ, દેવલોક તેમજ અન્ય વિષયોના પ્રશ્નોનો સંચય છે.
૨૩૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org