SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ પ્રશ્ન સાત અસત્યનાં ઘર કહેવાય છે તે ક્યાં જાણવા ? ઉત્તર કથારત્નાકરમાં સાત અસત્યનાં ઘર કહેલાં છે તે આ પ્રમાણે वणिक्, पण्यांगना, दस्युद्युतकृत्पारदारिकः । स्वार्थसाधका निद्रालु, सप्तसत्यस्य मंदिरं ।।1।। વાણીઓ, વેશ્યા, ચોર, જુગારી, પરદારાપટ, સ્વાર્થસાધક અને નિંદ્રાળું એ સાત અસત્યનાં ઘર કહેવાય. ૪૯૨ પ્રશ્ન વર્ગણા એટલે શું? તથા વર્ગણાના પર્યાયવાચક કેટલાં નામો ઉત્તર ઉત્તર સજાતીય વસ્તુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. વર્ગણાનો પર્યાયવાસી પાંચ નામ છે વર્ગણા, સમુદાય, સમૂહ, વર્ગ, રાશિ. ૪૯૩ પ્રશ્ન તત્વ, પર્યાય અને ભેદ એનો અર્થ શું છે? વિશેષાવશ્યકની ગાથા ૨૪મીની ટીકામાં જણાવ્યું છે કે તત્વ એટલે સ્વરૂપ - તે જણાવવા અર્થ કહેવો. પર્યાયથી મંગળશાંતિ-વિઘ્નનો નાશ ઈત્યાદિ મંગલ શબ્દના અનેક પર્યાયો છે. ભેદ એટલે મંગલના પ્રકાર જાણવા. ૪૯૪ પ્રશ્ન અનુયોગ એટલે શું? ઉત્તર આચારાંગ સૂત્રના પત્રાંક બીજામાં જણાવ્યું છે કે સૂત્રની પાછળ અર્થનું કથન કરવું તેનું નામ અનુયોગ છે. ૪૯૫ પ્રશ્ન સૂત્ર કેટલા ગુણવાળું હોવું જોઈએ? ઉત્તર, આવશ્યક સૂત્રમાં કરેમિ ભંતે સૂત્રની નિયુક્તિની ગાથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સૂત્ર આઠ ગુણવાળું હોવું જોઈએ. તે આઠ ગુણો આ પ્રમાણે જાણવા निद्दोरं सारवन्तं य हेउजुत्तमलंकियं ( ૨૩૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy