________________
ઉત્તર
છત્તીશી ગુણયુક્ત આચાર્ય હોય છે એટલે છત્તીશને છત્તીશ
વડે ગુણવાથી (૩૬૪૩૬) બારસો છશું ગુણ થાય છે. ૪૮૫ પ્રશ્ન સોધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર વચ્ચે વિવાદ થાય ત્યારે એ વિવાદને
કોણ દૂર કરે છે? ઉત્તર શ્રી ભગવતીસૂત્રના ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશોમાં જણાવ્યું
છે કે જ્યારે તે બે ઈંદ્રો વચ્ચે વિવાદ થાય છે ત્યારે સનતકુમાર દેવેન્દ્રને સંભારે છે અને સંભારતાં જ તે સનતકુમાર દેવેન્દ્ર શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની પાસે આવે છે તે આવીને જે કહે
તેને તે માને છે, અંગીકાર કરે છે. ૪૮૬ પ્રશ્ન શિક્ષા કેટલા પ્રકારે છે?
શ્રી વિશેષાવશ્યક સૂત્રની ગાથા સાતમીની ટીકામાં જણાવ્યું છે કે સાવ શિક્ષા દ્વિવિદ્યા પ્રશિક્ષા સેવના શિક્ષા च। तत्र द्वादश वर्षाणि यावत् सूत्रं त्वयाङध्येतमित्युपदेशोग्रहण शिक्षा । आसेवना शिक्षा तु પ્રત્યુપ્રેક્ષારિજિયોપદેશ: તે શિક્ષા બે પ્રકારની છે. ગ્રહણ શિક્ષા એટલે બારવર્ષ પર્યત શાસ્ત્રનો અભ્યાસ કરવો, સૂત્ર ભણવું તે જાણવું. પડિલેહણાદિ ક્રિયાનો ઉપદેશ તે આસેવના
શિક્ષા જાણવી. ૪૮૭ પ્રશ્ન કઈ ચાર વસ્તુઓ કરવા યોગ્ય છે.? ઉત્તર શ્રી પાર્શ્વનાથ (ગદ્ય) ચરિત્રમાં નીચે બતાવેલી ચાર વસ્તુઓ
કરવા યોગ્ય કહી છે.
त्यज दुर्जन संसर्ग भज साधु समागमं । कुरुपुण्यमहोरात्रं स्मर नित्यमनित्यताम् 11111 દુર્જનના સંગનો ત્યાગ કરવો, સાધુજનનો સમાગમ કરવો,
( ૨૩૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org