SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ પ્રશ્ર પાંચ પ્રકારના સ્વાધ્યાયને કઈ રીતે જાણવો (સમજવો)? ઉત્તર તે આ પ્રમાણે – વાંચના શિષ્યાદિકને સૂત્ર તથા અર્થપાઠ આપવો. તે પૃચ્છના સંદેહ પડે ત્યાં પૂછવું શંકા દૂર કરવી તે. પરાવર્તના પ્રથમનું ભણેલું સંભારી જવું (યાદ કરી જવું). એ અનુપ્રેક્ષા પ્રથમ ભણેલા સૂત્રાર્થનો અર્થ (રહસ્ય) વિચારવો તે. ધર્મકથા - ધર્મની દેશના (ઉપદેશ) આપવો તે ધર્મ કથા કહેવાય. ૩૨૮ પ્રશ્ન મોહનીય કર્મથી ક્યો ગુણ અવરોધાય છે? ઉત્તર મોહનીય કર્મથી જીવનો અનંતચારિત્ર (ક્ષાયિક ચારીત્ર)ગુણ અવરોધાય છે. ૩૨૯ પ્રશ્ન કર્મનો અબાધાકાળ કોને કહેવાય? ઉત્તર કર્મ બંધાયા બાદ જેટલા કાળ સુધી જીવને કાંઈપણ ફળકર્મનો ન આપે તેટલો કાળ તે કર્મનો અબાધાકાળ કહેવાય છે. ૩૩૦ પ્રશ્ન સત્પદ પ્રરૂપણા કોને કહેવાય? ઉત્તર કોઈપણ પદવાળો પદાર્થ સત્ (વિદ્યમાન) છે કે અસત્ છે? અર્થાત્ તે પદાર્થ જગતમાં છે કે નહીં? તેની જે સાબિતી આપવી તે સત્પદ પ્રરૂપણા કહેવાય. ૯. ગુણસ્થાનક પ્રશ્નોત્તર સાર્ધ શતક જૈન દર્શનમાં આત્માના મોક્ષ માટેની વિકાસ-અવસ્થા દર્શાવવા માટે ગુણ સ્થાનક શબ્દ પ્રયોગ થાય છે. જેમ પાપનું સ્થાન પાપસ્થાનક કહેવાય તેમ ગુણનું સ્થાન ગુણસ્થાનક કહેવાય છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં “ગુણઠાણ અને અપભ્રંશ ભાષામાં “ગુણઠાણ’ શબ્દો પ્રચલિત છે. આત્માના ગુણો જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે તેનો કેટલો વિકાસ થયો ૧૮૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy