SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૧ પ્રશ્ર પ્રદેશબંધ કોને કહેવાય? ઉત્તર કાર્મણ વર્ગણાના પુગલોને અધ્યવસાય વિશેષથી જે ગ્રહણ કરવા (જે સ્થિતિ રસ અને પ્રકૃતિની ભિન્ન કોટીના હોય) તેને પ્રદેશબંધ કહેવાય. ૨૧૨ પ્રશ્ન આઠ મૂળ કર્મોના નામો કયા કયા છે? ઉત્તર આઠમૂળ કર્મોના નામો નીચે પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામકર્મ, (૭) ગોત્ર કર્મ, (૮) અંતરાય કર્મ. ૨૧૩ પ્રશ્ન જ્ઞાન કોને કહેવાય? ઉત્તર આના વડે (જેના વડે) વસ્તુ જણાય (વસ્તુનું જ્ઞાન થાય) તે જ્ઞાન કહેવાય છે. પદાર્થનો સામાન્ય વિશેષ જે બોધ તેમાં વિશેષ બોધનું ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય. ૨૧૪ પ્રશ્ર દર્શન કોને કહેવાય? ઉત્તર જેના વડે જોવાય તે દર્શન કહેવાય અથવા વસ્તુના સામાન્ય વિશેષ રૂપબોધમાં સામાન્ય પ્રકારનો જે બોધ થવો તે દર્શન કહેવાય છે. ૨૧૫ પ્રશ્ર વેદનીય કર્મ કોને કહેવાય? ઉત્તર સુખ અને દુઃખનો જીવોને જે અનુભવ કરાય છે તે વેદનીય કર્મ કહેવાય છે. સઘળાય કર્મો વેદાય છે છતાં પંકજ શબ્દ જેમ કમલ માટે રૂઢિવાચક છે તેમ વેદનીય પણ રૂઢિવાચક જાણવો. સઘળાય કર્મોનું વદન હોવા છતાં વેદનીય કર્મનો રૂઢિવાચકરૂપ અર્થ જાણવો. (૧૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy