________________
૧૯૬ પ્રશ્ન અયોધ્યા નગરીનું માપ કેટલું હોય છે? ઉત્તર અયોધ્યા નગરી ૧૨ યોજન લાંબી પૂર્વ-પશ્ચિમ ઉત્તર-દક્ષિણ
૯ યોજન પહોળી છે. ૧૨૦૦ ધનુષ ઉચો અને ૮૦૦ ધનુષ
પહોળો કોટ હોય છે. ૧૯૭ પ્રશ્ન તીર્થંકર પરમાત્માનો મોક્ષ ક્યારે થાય છે? ઉત્તર ત્રીજા આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે તીર્થકર
પરમાત્માનો મોક્ષ થાય છે. ૧૯૮ પ્રશ્ન પાંચમા આરાના છેડે શ્રુતજ્ઞાન કેટલું રહેશે? ઉત્તર પાંચમા આરાના છેડે દશવૈકાલિ આવશ્યક જીવકલ્પ નંદીસૂત્ર
અને અનુયોગ દ્વારા આટલું શ્રુતજ્ઞાન રહેશે. ૧૯૯ પ્રશ્ન પાંચમા આરાના છેડે કયા નામનો રાજા અને મંત્રી થશે? ઉત્તર પાંચમા આરાના છેડે વિમલવાહન નામનો રાજા થશે અને
સુધર્મ નામનો મંત્રી થશે. ૨૦૦ પ્રશ્ન છઠ્ઠા આરાનું નામ શું છે? કેટલા કાળનો હોય છે? તથા
તેના ભાવ કેટલા હોય છે? ઉત્તર છઠ્ઠો આરો દુષમા દુષમા નામનો કહેવાય છે. તે ૨૧૦૦૦
વર્ષનો હોય છે અને દુઃખસુખ અને દુઃખના ભાવવાળો જ
આરો હોય છે. ૨૦૧ પ્રશ્ન આ આરામાં દુ:ખ કયા કયા પ્રકારના હોય છે? ઉત્તર છઠ્ઠા વર્ષે સ્ત્રીઓ ગર્ભધારણ કરે છે. જીવો યાતના ઘણી
ભોગવે છે. સૂર્ય ઉગ્ર તપે છે. ચંદ્ર અતિ શીત થાય છે. વનસ્પતિ આદિ બિલકુલ રહેતું નથી જેથી મનુષ્યો રાત્રિના માછલાંનું ભક્ષણ કરે છે. સૂર્ય અતિ ઉગ્ર તપતો હોવાથી મનુષ્યો
૧૬૨)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org