________________
૧૮૭ પ્રશ્ન આ જીવ વિચાર જાણવાનું ફળ શું? ઉત્તર આ જીવ વિચાર જાણવાથી જગતમાં કેટલા પ્રકારના જીવો
ક્યાં ક્યાં રહેલા છે તેનું જ્ઞાન થાય છે અને જાણ્યા પછી થતી એવી હિંસાથી બચવાનો પ્રયત્ન કરાય છે અને શક્ય એટલી દયા (જયણા) પાળી શકાય છે અને પરંપરાએ વહેલામાં વહેલા સિદ્ધપદને જીવો પામે છે.
૫. દંડક પ્રશ્નોત્તરી ૧૮૮ પ્રશ્ન દંડક પદનો અર્થ શું થાય છે? ઉત્તર મુખ્ય અને અતિ મહત્વના વારંવાર ઉપયોગમાં આવતા
આગમના સૂત્રપાઠો દંડક અને તેમાંના જે વાક્યો તે પદો એટલે દંડક પદો કહેવાય છે. અથવા “ડવડયન્ત નીવ મિન સ ૩૩:' એટલે કે અનંત જ્ઞાનાદિમય એવો આત્મા કર્માદિના સંયોગથી અનેક પ્રકારની વેદનાઓને ભોગવે છે એવા જે પદો તે દંડક પદો કહેવાય છે. અર્થાત્ આત્મા જ કારણથી સંસારમાં દંડાય તે દંડક કહેવાય છે. नेरईआ असुराई पुढवाई बेईदियादओ एव।
Jય -તિરિય-મળરસાવંતરગોરિસમવેમાળા પટા નારકો, અસુરકુમાર વગેરે ૧૦ પૃથ્વીકાય વગેરે પાંચ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજતિર્યંચ, ગર્ભજ મનુષ્યો, વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક એ રીતે ચોવીશ
દંડકો કહેવાય છે. ૧૮૯ પ્રશ્ન અવગાહના કોને કહેવાય છે? ઉત્તર શરીરની નાનામાં નાની તથા મોટામાં મોટી જે ઊંચાઈનું
માપ છે તે અવગાહના કહેવાય છે.
૧૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org