________________
આ પુત્ર રાજાનો જ છે એમ પ્રતીતિ કરાવી છે. પદ્માવતી રાણી બેટાને કહે છે કે – બેટા! તને જો કોઈ જીવાડનાર કે રાજય અપાવનાર હોય તો આ (પ્રધાન) એક જ છે, માટે હે પુત્ર! તું તેતલિપુત્રનું સદાય બહુમાન કરજે, એમનું વચન મસ્તકે ચડાવજે. પદ્માવતી (માતા) રાણીની આ શિખામણ કુમારે તહત્તિ કરીને મસ્તકે ચઢાવી. ત્યારથી માંડીને તે કુમારેરાજાએ, તેતલિપુત્રનું અતિબહુમાન કરવા માંડ્યું. ઘણા ગામો અને ગરાસો વધારી દીધા. આથી તેતલિપુત્ર પ્રધાન મોજશોખમાં ગરકાવ થઈ ગયો. સાતે વ્યસન સેવવા લાગ્યો. દેવ, ગુરૂ, ધર્મને માને જ નહિં. આ સંયોગોમાં “તું દેવ થાય ત્યારે ત્યાંથી આવીને મને વીતરાગના ધર્મનો બોધ પમાડવાનું કબૂલ કરે તો હું તને સુવ્રતા સાધ્વી પાસે દીક્ષા અપાવું', એ શરતે પોતાની સ્ત્રી પોટ્ટિલાને તેતલિપુત્રે દીક્ષા અપાવેલ, તે પોટિલા શુદ્ધ સંયમ પાળી, આયુષ્ય પુરૂં કરી ઉત્તમ દેવ થયા છે. તે પોથ્રિલા દેવ તેતલિપુત્રની આ સ્થિતિ જોઈને તેને પ્રતિબોધવા આવે છે “વપુવા0' (જ્ઞતાધHo 10 14). પોથ્રિલા દેવ તેતલિપુત્રને વીતરાગનો ધર્મ વારંવાર સમજાવે છે, પણ તેતલિપુત્ર કોઈ વાતેય સમજતો નથી. આથી તે દેવને વિચારે થયો કે જ્યાં સુધી રાજા કનકધ્વજ, આ તેતલિપુત્રનો આદર કરે છે, વૃદ્ધિમાં લઈ જાય છે, ત્યાં સુધી તેતલિપુત્ર પ્રતિબોધ પામશે નહિં અને ત્યાં સુધી ધર્મ પણ તેને સૂઝશે નહિ, માટે રાજા દ્વારા જ આનો આદરને બદલે અનાદર કરાવવો. એમ વિચારીને તે દેવે તે રાજા દ્વારા બધું અવળું કર્યું. રાજાએ તેની આજીવિકા બંધ કરી. દેવે આમ રાજાને તેતલિપુત્ર સાથે વૈમનસ્ય કરાવ્યું. અનેકવાર
(૧૩૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org