SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૯૮ પ્રશ્ર ઉત્તર હે ગૌતમ! એ પ્રમાણેનું તેઓનું કથન યાવત્ પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા છે અસત્ય છે. એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે. જેમ કે સમ્યકત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા. જો એક જીવને એક સમયમાં આ બંને ક્રિયાઓનો કર્તા માનવામાં આવે તો મોક્ષનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય. કેમ કે મિથ્યાત્વની નિવૃત્તિ તો કદી થઈ જ ન શકે. હે ભગવન્! મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના છે. સંમૂર્ણિમ અને ગર્ભજ. સંમૂર્ણિમ મનુષ્યોના કોઈ પણ ભેદ હોતા નથી. મનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તે ત્યાંથી જાણી લેવું. તે અંતમુહૂર્તના આયુષ્યમાં જ કાળ કરે છે. ગર્ભજ મનુષ્યોના ત્રણ ભેદો કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતરદ્વીપજ. અંતરદ્વીપના મનુષ્યોના ૨૯ ભેદો છે. એકોરૂક આભાષિક વગેરે. એકોરૂક નામવાળા દ્વીપો છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપમાં રહેનારા હોવાને કારણે ત્યાંના મનુષ્યોના નામો તેમ જાણવા. હે ભગવન્!દક્ષિણ દિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યોનો જે એકોરૂક દ્વીપ છે, તે ક્યા સ્થાન પર કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં ક્ષુદ્રહિમવાનું નામનો વર્ષધર પર્વત છે. તેની દિશામાં રહે ઈશાન દિશાના ચરમાત્તરમાં લવણસમુદ્રમાં ત્રણસો યોજના ગયા પછી ક્ષુદ્ર હિમવાનપર્વતની દાઢ ઉપર ૯૯ પ્રશ્ર ઉત્તર ૯૪) ૯૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy