________________
કદમ્બગિરિ-આદિનાથ દાદાની ૧૦૯ યાત્રા કદમ્બગિરિ-કદમ્બ ગણધરની ૧૦૯ યાત્રા ૮૦ વર્ષ સુધી સવાર-સાંજનું ચૈત્યવંદન અને એક ટંકે દેવવંદન. * નમસ્કાર મહામંત્રની ૮૦ વર્ષ સુધી નિયમિત બાંધી ૨૦ માળા.
વર્ધમાન વિદ્યાનો કરોડોનો જાપ - સૂરિમંત્રનો લાખોનો જાપ. - દીક્ષા જીવનના પર વર્ષ સુધી કાયમ બીજી પોરસીનું જ પાણી વાપરતાં.
ચારિત્રજીવનનાં પર વર્ષમાં લગભગ મૌન પાળતા. ૮૦ વર્ષ સુધી (ગૃહસ્થ અવસ્થામાં પણ) વાપરતાં વાપરતાં ક્યારેય
બોલતા નહીં, મોન જ પાળતા. • પર વર્ષ સુધીના દીક્ષાપર્યાયમાં જ્યાં સુધી પોતાના હાથે કાપ કાઢ્યો
ત્યાં સુધી ફક્ત એક જ ઘડાથી વધુ પાણી વાપરતા નહીં. મહિનામાં ૩ થી ૪ વખત જ કાપ કાઢતાં. • કાપમાં નામ વગરના સાબુનો જ ઉપયોગ કરતાં. - સંયમજીવન અંગીકાર કર્યા પછી બોલપેન કે ફાઉન્ટનપેનનો ઉપયોગ
એકપણ વખત કર્યો નથી. લખવાનું કામ પડ્યું ત્યારે માત્ર પેન્સીલનો ઉપયોગ કર્યો. કેટલાક વર્ષો સુધી એટલે કે આચાર્ય નહિ થયા ત્યાં સુધી આખો સંથારો દિવસે કર્યો નથી. ૮૦ વર્ષ સુધી સુદ અને વદ ૧૪નો ઉપવાસ. શ્રી વીશસ્થાનક તપના ૪૨૦ ઉપવાસ સતત એકાંતરે કર્યા. શ્રી ૯૬ જિનની ઉપવાસની આરાધના એકાંતર કરી. શ્રી ધર્મચક્ર તપના ૮૩ ઉપવાસ એકાંતર કર્યા. શ્રી સહસ્ત્ર કુટના ૧૦૨૪ ઉપવાસની આરાધના ઉપવાસથી એકાંતરે ચાલુ હતી, તેમાં છેલ્લે ચોવિહારો છઠ્ઠ કરી કાળધર્મ પામ્યા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org