________________
X
નિત્ય નમસ્કાર હો તમસ્કારને
ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શનવિજય
મુલાકાતમાં કરવી તે તો સાગરને ગાગરમાં ભરી લેવા જેવી સ્થિતિ ગણાય. તમને કદાચ ખ્યાલ નહિ હોય પણ ગુર્જરેશ્વર કુમારપાળના સમયે સંઘમાં એક મુનિના કારણે સંઘર્ષ થયો, ત્યારે તે મુનિ સાવ સાચા હોવા છતાંય જો વિહાર કરી જાય તો જ મતાંતરો અટકી શકે તેમ લાગતાં તેમને રાજી રાખી રાજવીએ મુનિએ અન્ય ક્ષેત્રમાં પધારવા યુક્તિભરી વિનંતી કરી. મુનિવરે પ્રત્યુત્તર પાઠવ્યો કે નવકારના નવપદ પર વ્યાખ્યાનમાળા ચાલે છે. તેમાંથી ફક્ત પાંચ પદ ઉપર વિવેચન પૂર્ણ થતાં જ પોતે વિહાર કરી અન્ય ક્ષેત્રે ચાલ્યા જશે. રાજવી પણ પ્રયુક્તિ ન પામી શક્યા ને મુનિરાજની શરત સ્વીકારી લીધી, અને પછી સત્ય પક્ષના પથિક તે સાધુવરે ૫૨મેષ્ઠિનાં પાંચ પદની વ્યાખ્યાનમાળાને સિફતપૂર્વક એવી લંબાવી કે એકબે-ત્રણ-ચાર નહિ પણ સોળ-સોળ વર્ષોનાં વહાણાં વીતી ગયાં, પણ નવકારનાં પ્રવચન પૂરાં ન થયાં. શરત પ્રમાણે કુમારપાળ મહારાજાને પણ ધીરતા ધરવી પડી ને જ્યારે લાગટ ૧૬ ચાતુર્માસ પછી મુનિરાજે મચક આપી ત્યારે તેઓ ક્ષેત્રાંતર કરતાં એટલું જ બોલ્યા કે, ‘રાજન્ ! હજુ પણ નવકારનાં નવ પદ પૈકી પાંચ પદો પર વિવેચન બાકી રાખી જાઉં છું તેનો ખેદ છે, પણ મહામંત્રની ખૂબીઓ અખૂટ છે તે ખૂબીઓની સામે મારી કથનશક્તિની ખામી અને દેહશ્રમનો ખેદ હું સ્વયં સ્વીકારું છું અને જાઉં છું.'
જિજ્ઞાસાઓનો જુવાળ લઈને જુવાન જિજ્ઞાસુ ઉપાસકના ઉપાશ્રયે ઉપસ્થિત થયો. જીવનની પ્રથમ મુલાકાત જ હતી, પણ તે મીઠી મુલાકાત થઈ.
જિજ્ઞાસુ પરમાત્માના ૫૨મશાસનનો પુણ્યવંતો જીવ શ્રાવક હતો, અને તેની પ્રગટઅપ્રગટ સમસ્યાઓનું સમાધાન કરનાર તે જ શાસનનો સાધક કોઈક સામાન્ય સાધુ હતો. શ્રમણોપાસકની બે આંખો શ્રમણની બે આંખો સાથે મળતાં જ જાણે બેઉ જીવાત્માઓની જીવંત વિચારધારાને પાંખો મળી ગઈ. બસ, ઓછા સમયમાં ઝાઝું ઝૂંટવા-લૂંટવા ને લુંટાવવા ચર્ચાને વિચારણા ચાલી, તે વાર્તાલાપને અક્ષરદેહ દેવા સંકલ્પ કર્યો, જેની ફલશ્રુતિ રૂપે ધર્મની વહેતી ધારાને ધર્મધારાના નામે પકડી લઈ, ફરી પકડેલી તે ધારાને વધુ જોશથી વહેવા દેવા જે પ્રયત્ન થયો તે જ આ લેખના સર્જનનું કામણ કારણ છે, જે તરણતારણ નવકારના પરમ પ્રભાવનું પાથેય પીરસશે તેવી પ્રત્યાશા છે. વાચકો પણ વાંચે – વિચારે ને વાગોળે તે પરમ તત્ત્વોને પામે તેમાં આશ્ચર્ય નથી.
૧. જિજ્ઞાસા નં. ૧ = હું જાણું છું કે નવકાર મહામંત્ર છે, પરમેષ્ઠિ પ્રમાણ મંત્ર છે, પરમ પરમાર્થનું પ્રથમ કારણ છે, છતાંય તેમાં રહેલ તત્ત્વનો, રહસ્યોનો, ગૂઢાર્થનો સંચય સંક્ષેપમાં પ્રસ્તુત કરવો છે તો તે વિશે આપનો અભિપ્રાય શો છે ?
=
જવાબ – હે જિજ્ઞાસુ ! તમારી ભાવના સુંદર, પણ નવકારની વાતો નવ-દસ મિનિટની
Jain Education International 2010_03
૬૬
*
તો કે જિજ્ઞાસુ ! તે નવકાર વિશે નવનવી ચર્ચા - વિચારણાને સંક્ષેપની સાંકળથી બાંધવામાં ભલાઈ કેટલી તે વિચારી લેજો, છતાંય તમે ખુશીથી તમારા ભાવોને વહેવા દો, યોગ્ય માર્ગદર્શન આપવું એ
For Private & Personal Use Only
www.jainelibrary.org