________________
મુદ્રા-સંધ-સાધર્મિક-અને શાસ્ત્ર સર્વ કાંઈ શ્રી જિનશાસનમાં આત્મબોધ કરાવવા માટે છે. અને આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંત તુલ્ય છે, તેથી તેનું જ ધ્યાન – તેની જ ધારણા - અને તેમાં જ લીનતા, જે કોઈ ઉપાયથી થાય, તે બધા ઉપાયો અધિકા૨ી વિશેષે જુદી જુદી રીતે લાભદાયી માની તેનો જ તીર્થમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. એ તીર્થના આલંબને આત્મતત્વનો લાભ થતો હોવાથી તીર્થતા૨ક ગણાય છે.
દ્રવ્ય, ગુણ, પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનારનો મોહ નાશ પામે છે.
‘રિö’ પદ દ્રવ્ય ગુણ-પર્યાયને જણાવે છે. ‘નો’ પદથી થતો તેમનો નમસ્કાર મિથ્યામોહ-આત્મ અજ્ઞાનનો નાશ કરે છે. તેનાથી અસત્ પ્રવૃત્તિ છૂટી જાય છે અને સત્ પ્રવૃત્તિ શરૂ થાય છે. અનુક્રમે રાગ દ્વેષનો ક્ષય કરી શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ કરાવે છે.
‘તામાં’ પદ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી થનારું રક્ષણ ત્રાણ બતાવે છે.
શુદ્ધ આત્મતત્ત્વનો લાભ થવાથી હંમેશ માટે અભય-અદ્વેષ-અખેદ પ્રાપ્ત થાય છે.
સ્વરૂપાસ્તિત્વના ધ્યાનથી ‘અભય’ સાદશ્યાસ્તિત્વના ધ્યાનથી અદ્વેષ અને
દુષ્કૃતગર્હા-સુકૃતાનુમોદનાથી અસત્નો ત્યાગ અને સત્ના સેવનથી રાગદ્વેષનો ક્ષય થવાથી ‘અખેદ’નો લાભ થાય છે.
પ્રથમ પદનું ધ્યાન આ રીતે મોહ અજ્ઞાન તથા રાગ અને દ્વેષના ક્ષયનું કારણ બની જીવની સિદ્ધિનો હેતુ બને છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું ધ્યાન
અરિહંતોની ઉપાસના દ્રવ્ય-ગુણ-પર્યાયી પોતાના આત્માને ઓળખવા માટે છે. જે અરિહંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે છે, તે
Jain Education International 2010_03
૩૧
પોતાના આત્માને જાણે છે. તેના રાગ-દ્વેષ ક્ષય પામે છે. રાગ-દ્વેષ ક્ષય થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. નિર્વાણ પ્રાપ્તિનો આ સીધો માર્ગ છે.
અરિહંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે જાણે છે, અને ધ્યાવે છે, તે પોતાના આત્માના દ્રવ્ય-ગુણપર્યાયને ઓળખે છે. ઓળખીને તેમાં લીન થાય છે. ત્યારે આશયમાં આકાશથી પણ વિશેષ વિશાળતા, સાગરથી પણ વધુ ગંભીરતા અને મેરૂથી પણ અતિ ઉચ્ચતાનો અનુભવ થાય છે. આત્મા, આત્મત્વ જાતિથી વિશાળ છે. પર્યાયાનુસ્યૂત દ્રવ્યથી સાગરવર ગંભીર છે. અને ગુણ સમૂહના એકત્ર અવસ્થાનથી મેરૂથી પણ અતિ ઉચ્ચ છે. મેરૂ નિષ્પ્રકંપ છે. (મધ્ય) સાગર નિસ્તરંગ છે, આકાશ નિરંજન-નિર્વિકાર છે. તેમ શુદ્ધ આત્મા-શુદ્ધ ગુણથી મેરૂ, દ્રવ્યથી સાગર અને પર્યાયથી આકાશ સમાન છે. એવા શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટે અનન્ય આલંબન અરિહંત પરમાત્માનું છે. તેથી તેમના નામાદિ ત્રણે કાળ ત્રણે લોકને પૂજનીય છે.
અરિહંતોની વિશેષતા તેમના ગુણ પ્રકર્ષમાં છે. ગુણ પ્રકર્ષ અચિંત્ય શક્તિયુક્ત હોય છે. અચિંત્ય શક્તિ તદ્ભાવાવસ્થિતિમાં પરમ હેતુ છે. તથા અરિહંતોનું આત્મદ્રવ્ય અનાદિ કાલીન તેવી યોગ્યતાના કારણે સર્વથા પરાર્થરસિક હોવાથી તેમની
ઉપાસના જીવને શીઘ્ર બોધિ-સમાધિ અને આરોગ્ય આપવા સમર્થ થાય છે.
અનુપ્રેક્ષા એ ભાવસ્વાધ્યાય
નમવું એટલે માત્ર મસ્તક ઝુકાવવું એટલું જ નહિ. પણ મનને, મનના વિચારોને, મનના નિર્ણયોને, મનના ગમા અણગમાને નમાવવા અર્થાત્ તુચ્છ લેખવા, મન-બુદ્ધિ ચિત્ત અહંકારને સર્વસ્વ ન લેખવા, માત્ર આત્માને ક્રિયા કરવાના કારણ તરીકે જોવા.
'स्वापकर्षबोधानुकूलव्यापारो नमस्कारः । '
For Private & Personal Use Only
www.jainelibrary.org