________________
મંગળોમાં પ્રથમ મંગળનો લાભ, તે જ સાર. જે ક્ષણમાં નમસ્કાર તે જ ક્ષણમાં સર્વ (અલ્પ નહિ) પાપનો નાશ અને સર્વ (એક બે નહિ) મંગલમાં પ્રધાન મંગલ છે તે જ ચૌદપૂર્વનું રહસ્ય, બધા મંત્રોની જન્મભૂમિ. એનો અર્થ બધા મંત્ર દેવતાઓ એ વિના પોતાનું રૂપ ધારણ ન કરી શકે. અન્ય કોઈ પણ દેવતાનું ધ્યાન અભિન્નપણે નિર્માણ કરવું હોય ત્યારે તે પૂર્વે પંચ નમસ્કાર અવશ્ય ધ્યેય છે. તેથી આત્મા મલરહિત થઈ, પરમેષ્ઠિમય બની, શીઘ્રપણે તે તે દેવતાનું રૂપ ધારણ કરી શકે છે અને તે તે કર્મો (ષટ્કર્મો) ધ્રુવપણે કરી શકે છે, તે કારણે શ્રી સિદ્ધચક્રના ગર્ભમાં પણ નવપદો રહેલાં છે. શબ્દબ્રહ્મથી પરબ્રહ્મની પ્રાપ્તિરૂપ સાર
નવકારરૂપ શબ્દબ્રહ્મમાં નિષ્ણાત તત્કાલ પરબ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. નિષ્ણાત તે કહેવાય કે જેને નવકાર તત્ત્વથી સમજાયો. “નિતરાં સ્નાત ચેન સ નિષ્ણાતઃ ।'' શ્રુત સમુદ્રનું અતિ ગૂઢ અવગાહન કહીને સારરૂપે શ્રી નમસ્કાર મહારત્ન જેણે પ્રાપ્ત કર્યું, તે નિષ્ણાત કહેવાય.
શબ્દબ્રહ્મરૂપ શ્રુત સમુદ્રના અતિ ઊંડાણમાં પરબ્રહ્મરૂપ મહારત્ન છે. નમસ્કારના ૬૮ અક્ષરો વિના પરબ્રહ્મનો અધિગમ ન થાય, એનો અર્થ નમસ્કાર ચાર વાણીરૂપ છે. ચતુર્થ વાણી તે શબ્દ બ્રહ્મનું બીજ છે. તે પરાવાણી છે અને તે જ પરબ્રહ્મ છે. નમસ્કાર દ્વારા પરા સુધી પહોંચવાનું છે. ચૂલિકાનો અર્થ સાક્ષાત્ અનુભવવો તે પરા છે. વિકલ્પ વિના અનુભવવું તે સાક્ષાત્ અનુભવ છે અને તે જ પરબ્રહ્મનો અભિગમ છે. અધિ એટલે ભાવ સાંનિધ્ય અભિજ્ઞાનુભવથી ગમ એટલે જ્ઞાનકૈવલ્ય અને એ જ ચૌદપૂર્વનું રહસ્ય. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાતતા-નિપુણતા-સિદ્ધતા વગેરે તેના જ એકાર્થક શબ્દો છે.
નમકારાત્મક આત્મા - એ જ સાર
Jain Education International 2010_03
૨૬
પંચ નમસ્કાર સર્વ શાસ્ત્રોની કુંચી છે, અને તે જ આપણો ધયાર્થ આત્મા છે. આત્મા એ જ નમસ્કાર અને નમસ્કાર એ જ આત્મા. જેને વર્તમાનમાં આપણે આપણો આત્મા માનીએ છીએ, તે આપણો આત્મા તત્ત્વતઃ નથી. પરમેષ્ઠિ નમસ્કાર દ્વારા અભિન્નપણે અનુભવાતો આપણો આત્મા, તે જ યથાર્થ આત્મા છે - એમ કોઈક જ વિરલાત્મા પંચ પરમેષ્ઠિ ભગવંતની કૃપાથી જાણી શકે છે. પંચનમસ્કાર એ સાર
ચૌદપૂર્વનો સાર આત્મજ્ઞાન, પરબ્રહ્મનો અધિગમ, વિવેકખ્યાતિ, તત્ત્વપ્રતીતિ વગેરે તો છે જ પણ વાસ્તવિક સાર તો પંચ નમસ્કાર જ છે. કેમકે તે દ્વારા જ બધી વસ્તુઓનો અધિગમ થઈ શકે છે.
ચૌદપૂર્વનો સાર બધા અરિહંતો-બધા સિદ્ધો નહિ, પાંચેનો શાશ્વત સમૂહ પણ નહિ કિન્તુ સાર તો માત્ર પંચ નમસ્કાર. ક્રમશઃ પંચ નમસ્કાર થયા પછી આત્માની જે સ્થિતિ તે પંચ નમસ્કારમય છે. અર્થાત્ જયારે અનુક્રમે છેલ્લો નમસ્કાર લોકમાંના સર્વ સાધુઓને કરવામાં આવે ત્યારે આત્મા પંચ નમસ્કારમય થઈ જાય છે. તે ચૌદપૂર્વનો સાર છે. પંચ નમસ્કાર એ માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય – એ પાંચેનું એકીકરણ - અભિન્નીકરણ છે.
શ્રેષ્ઠ મંગલ
પંચ નમસ્કાર તે જ માર્ગ, તે જ અવિપ્રણાશ, તે જ આચાર, તે જ વિનય, અને તે જ સહાય છે. જેમ પંચ નમસ્કાર-અરિહંત નમસ્કાર આદિથી ભિન્ન
છે, તેમ ઉપર્યુક્ત એકીકરણ પણ પ્રત્યેકથી ભિન્ન છે. નમસ્કારમાં સૌથી મહત્વનું પદ ‘પંચ નમસ્કાર’ છે, જે ચૌદપૂર્વનો સાર છે. ‘’ શબ્દ બતાવે છે કે આજ નમસ્કાર કે જે પંચમ પદના ઉચ્ચાર પછી થયેલ છે, તે અર્થાત્‘ઃ ’ શબ્દ વર્તમાન કાલીન પંચ નમસ્કારને સૂચવે છે અને ‘વ' શબ્દ વર્તમાન કાલીન
For Private & Personal Use Only
www.jainelibrary.org