________________
(પ્રાપ્ત થતાં) તત્ત્વને જણાવે છે.
પ્રથમ પાંચ પદો તીર્થ એટલા માટે છે કે તેમને કરવામાં આવતો નમસ્કાર તત્ત્વ પ્રાપ્તિમાં કારણ બને છે. તત્ત્વ આમ તત્ત્વ છે. તે શુદ્ધ દ્રવ્યગુણ પર્યાયથી યુક્ત છે. સહજ મલના કારણે તે કર્મના સંબંધમાં આવેલું છે. તે સંબંધમાંથી છૂટવાની તેની યોગ્યતા પણ રહેલી છે. તે યોગ્યતાનો વિકાસ તીર્થના સંબંધથી છે.
અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ - એ તીર્થ છે, કેમ કે તેમણે પૂર્વ તીર્થના સેવનથી શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની પ્રાપ્તિ કરેલી છે. અથવા કરવા માટે સતત પ્રયત્નશીલ છે. અને એ માર્ગે ચાલીને તત્ત્વ પ્રાપ્તિ કરવાનો માર્ગ અતિશયવાળી વાણી અને અતિશયવાળા જીવનથી દર્શાવી ગયા છે. ‘‘બધા જીવોને તત્ત્વની પ્રાપ્તિ થાઓ,’’ એવો તેમનો સંકલ્પ અને ભાવના હોવાથી તેમનું સ્મરણ-ધ્યાન-પૂજન-સ્તવન અને આજ્ઞાપાલન આદિ તત્કાલ ફળે છે. તેથી જ ચૂલિકામાં કહ્યું છે કે – ‘‘એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે, અને સર્વ મંગળોમાં પહેલું મંગળ બને છે.’’ આત્મ તત્ત્વનું અજ્ઞાન અને મોહ એ પાપ હતું, તે આત્મતત્ત્વના સ્વરૂપના ધ્યાનથી જાગ્રત થાય છે. અજ્ઞાન અને મોહ નાશ પામ્યા પછી અવશેષ રહેલ રાગ-દ્વેષાદિ ચાલ્યા જાય છે ત્યાર બાદ પ્રધાન મંગળરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપનો દ્રવ્ય-ગુણ પર્યાયથી લાભ થાય છે. તે સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.
તીર્થની સેવાથી ઉત્પન્ન થતું પુણ્ય – એ પાપનો નાશ કરે છે. અને એથી જાગેલો વિવેક ધર્મ મંગળ દ્વારા શુદ્ધ આત્મ તત્ત્વનો લાભ કરાવે છે.
ભાવનમસ્કાર સાર
વૈખરી'' વાણીરૂપ નમસ્કાર
Jain Education International. 2010_03
મહાશ્રુતસ્કંધ છે. તેનો સાર ‘મધ્યમા’ તેનો સાર ‘પશ્યતી’ તેનો સાર ‘પરા’ છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે - જેની જીહ્વા અગ્રભાગ પર નવકાર અસ્ખલિતપણે ૨મે છે, તે શ્રુત સાગરના પારને પામી જાય છે, બીજા નહિ. એનો અર્થ એ છે કે, નવકારનું સતત પણે રટણ તે જ શબ્દબ્રહ્મમાં નિષ્ણાતતા છે. શ્રુતનો પાર એટલે પરબ્રહ્મ પમાય છે. રટણ ક૨ના૨ તેના અર્થનો જાણકાર જોઈએ એમ ત્યાં જણાવ્યું નથી કેમ કે શબ્દ બ્રહ્મને અર્થ સાથે કોઈ સંબંધ નથી. શબ્દ નિર્વિકલ્પ છે અને અર્થ તે સવિકલ્પ છે. અર્થજ્ઞાન, અનંતગમ પર્યાય સ્વરૂપ છે. નવકારના અર્થનું અલ્પતમ જ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન એની વચ્ચે અંતર ષટ્ સ્થાન પતિત છે, તેથી અર્થ જ્ઞાનનું મહત્વ રહેતું નથી. જ્યારે નિર્વિકલ્પ ઉચ્ચાર સૌનો સમાન હોય છે. એવું પણ બને કે અરિહંતાદિનું જે સ્વરૂપ અત્યારે આપણે જાણીએ છીએ તે અયથાર્થ પણ હોય, તે કારણે અર્થજ્ઞાન ગૌણ Secondary અને સૂત્ર એ મુખ્ય Primary છે. સૂત્ર નિર્વિકલ્પ છે, અર્થ સવિકલ્પ. તેથી ‘નમસ્કાર' એ ચૌદ પૂર્વનો સાર છે. પણ તેનો અર્થ નહિ વધુ અર્થજ્ઞાન હોય તો જ વધુ ભાવ હોય એવો પણ નિયમ નથી. દોષરહિત અને ગુણોપેત સૂત્રોચ્ચારણનું મહત્ત્વ આ દૃષ્ટિએ ઘણું છે.
એષ પંચ નમસ્કાર
પાપપ્રણાશ અને મંગળપ્રાપ્તિ
‘‘શ્રી નવકારના ૬૮ અક્ષર-એ ચૌદપૂર્વનો સાર અને સમદ્વાર છે.'' હવે બીજું કશું કહેવામાં ન આવે તો પણ ચાલે. કારણ કે બીજું જે કાંઈ કહેવાશે તે શ્રુત અંતર્ગત થઈ જશે અને તેનો સાર પણ નવકાર જ હશે. સીધો-સાદો-સરળ-વાંચતાંની સાથે જ જે અર્થ પ્રગટ થાય, તે જ સાર છે. વિશેષ અર્થ કરવા જતાં તેનો પણ સાર નવકાર બનશે.
૨૫
સર્વ (પાંચે) ૫૨મેષ્ઠિઓને નમસ્કાર તે સાર. એ નમસ્કાર થતાં જ સર્વ પાપનો પ્રણાશ અને સર્વ
For Private & Personal Use Only
www.jainelibrary.org