________________
રૂપસ્થ ધ્યાનથી તત્ત્વાનુસંધાન થાય છે. અરિહંતોના ધ્યાનથી પૃથ્વીતત્ત્વ. સિદ્ધોના ધ્યાનથી આકાશતત્ત્વ. આચાર્યોના ધ્યાનથી જલતત્ત્વ અને સાધુના ધ્યાનથી વાયુતત્ત્વની શુદ્ધિ થાય છે. તત્ત્વ એટલે ૨હસ્યભૂત વસ્તુ તે આત્મા છે. પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન થાય છે.
આત્માનો નવકાર સાથે વાર્તાલાપ
નવકારના પ્રથમ પાંચ પદોના સ્મરણ વખતે ઉત્કૃષ્ટ દાતાર એવાં પાંચ પરમેષ્ઠિઓની સાથે આપણે વાત કરીએ છીએ. અર્થાત્ We talk to
god.
ચૂલિકાના ચાર પદોના સ્મરણ વખતે પરમેષ્ઠિઓ આપણી સાથે વાત કરે છે. God talks
to us.
આ બે કાર્યો જો બરાબર થાય છે તો પછી. આપણા દ્વારા પરમેષ્ઠિઓ કાર્ય કરે છે. એટલે We talk for god.
પ્રથમ પાંચ પદો યાદ કરાવે છે કે,
There is a source of life. છેલ્લા ચાર પદો તેમની સન્મુખ Turn કરાવે છે. તેને જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ ત્યારે તેનું
પરિણામ Peace and Bliss શાન્તિ અને આનંદ રૂપે આપણને તથા બીજાઓને પણ અનુભવાય છે.
This is the method and process for the realisation of the most highprocess of highest Sublimation of the soul. નવકારથી યોગ્યતાવિકાસ
સંસાર દુઃખરૂપ છે, દુઃખરૂપી ફલવાળો છે અને દુઃખની પરંપરા સર્જનારો છે.
દુઃખરૂપ સંસાર ધર્મ મંગળથી જાય છે. ધર્મ મંગળની પ્રાપ્તિનું સાધન સુકૃતાનુમોદન છે.
Jain Education International. 2010_03
દુ:ખફળરૂપ સંસાર પાપજુગુપ્સાથી જાય છે. દુઃખ એ પાપનું ફળ છે. તેથી પાપની જુગુપ્સા અને દુ:ખફલક સંસારના બીજને બાળી નાખે છે.
દુ:ખપરંપરક સંસાર અરિહંતાદિ ચારની શરણાગતિથી જાય છે. તેનું સાધન તથા ભવ્યત્વનો પરિપાક તથા સહજમલનો હ્રાસ છે. સહજમલનો સ્વભાવ ૫૨ના – કર્મના સંબંધમાં આવવાની યોગ્યતા રૂપ છે. તે યોગ્યતાનો હ્રાસ ધર્મના સંબંધમાં આવવાની યોગ્યતા વિકસાવવાથી થાય છે.
નવકારના પ્રથમ પાંચ પદરૂપી મૂળ મંત્ર તે યોગ્યતાને વિકસાવે છે. તેથી પરમેષ્ઠિ પદને પામેલા સત્પુરુષોની સાથે અનુકૂળ સંબંધમાં આવવાનું થાય છે. અનુકૂળ સંબંધ એટલે કૃતજ્ઞતા. પ્રતિકૂળ સંબંધ એટલે કૃતઘ્નતા છે. પ્રથમ પાંચ પદો વડે કૃતજ્ઞતા ગુણના પાલનપૂર્વક થતો અનુકૂળ સંબંધ થાય છે તથા અશુભ કર્મ અને તેના આલંબનભૂત અયોગ્ય દ્રવ્યક્ષેત્ર-કાળભાવના સંબંધમાં આવવાની જીવની અનાદિકાલીન યોગ્યતા ટળે છે. તથા તે વડે થતી શરણગમનની ક્રિયા ભવની પરંપરાનો હેતુ - એવા સહજ મલનો નાશ કરે છે. દુષ્કૃત ગર્હાની ક્રિયા, ભવની પાપરૂપતાનો જુગુપ્સા ભાવ વડે છેદ ઉડાડે છે. અને સુકૃતાનુમોદનની ક્રિયા, ભવની દુઃખરૂપતાને ધર્મ મંગળના સેવન વડે ટાળી આપે છે.
ધર્મ મંગળનું સેવન એટલે અહિંસા-સંયમ અને તપનું સેવન.
૨૪
અહિંસાથી પાપ જાય છે, સંયમથી દુઃખ જાય છે. અને તપથી કર્મ જાય છે. અહિંસાનું સાધન જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. સંયમનું સાધન પુદ્ગલ રાશિ પ્રત્યે વૈરાગ્યનો ભાવ છે. તપનું સાધન આત્મ દ્રવ્ય પ્રત્યે ભક્તિભાવ છે.
તીર્થભક્તિ અને તત્ત્વ પ્રાપ્તિ સ્વરૂપ નવકાર
નવકાર મંત્રના પ્રથમ પાંચ પદો તીર્થને જણાવે છે. અને છેલ્લાં ચાર પદો તીર્થભક્તિના ફળરૂપે
For Private & Personal Use Only
www.jainelibrary.org