________________
નવકારનો છંદ) સુખ કારણ ભવીયણ સમરો નિત નવકાર જિનશાસન આગમ ચૌદ પૂરવનો સાર ...૧ એ મંત્રનો મહિમા, કહેતા ન લહુ પાર સુરતરુ જિન ચિંતત, વાંછિત ફળ દાતાર ...૨ સુર દાનવ માનવ સેવા કરે અજોડ ભૂવિ મંડળ વિચરે તારે ભવિયણ કોડ ...૩ સુરછંદે વિલસે અતિશય જશ અનંત પદ પહેલે નમીયે અરિગંજન અરિહંત ...૪ જે પંદરે ભેદે, સિદ્ધ થયા ભગવંત પંચમી ગતિ પહોંચ્યા, અષ્ટ કરમ કરી અંત ...૫ કળ, અકળ સરૂપી પંચાતંતક દેહ જિનવર પાય પ્રણમુ, બીજે પદ વાળી એહ ..૬ ગચ્છ ભાર ધુરંધર સુંદર શશિહર શોભ કરે સારણ વારણ, ગુણ છત્રીસે થોભ ...૭ શ્રુત જાણ શિરોમણિ, સાગર જિમ ગંભીર પદ ત્રીજે નમીયે આચારજ ગુણ ધીર ...૮ શ્રત ધર આગમ - સૂત્ર ભણાવે સાર 'તપ વિધિ સંયોગે ભાખે અર્થ વિચાર ...૯ મુનિવર ગુણ જુત્તા, કહીયે તે ઉવજઝાય પદ ચોથે નમીએ, અહોર્નિશ તેહના પાય ...૧૦ પંચશ્રવ ટાળે, પાળે પંચાચાર તપસી ગુણધારી, વારે વિષય વિકાર ...૧૧ ત્રણ સ્થાવર પિયર, લોકમાંહી જે સાધ ત્રિવિધે તે પ્રણમુ, પરમારથ જિણે લાધ અરિ ...૧૨ કરિ હરિ સાયણી, ડાયણિ ભૂત વૈતાળ સવિ પાપ પ્રણામે વાધે મંગળ માળ ...૧૩
૨૨૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org