________________
૫
૧
પંચવીસ પચવીસી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે; મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગિ ઉછાહિરે, (ત્રુટક ૦) જસદીપે અતિ ઉછાદિ, અથાહગુણે જ્ઞાનવિમલથી એકતાન રે; એહવા વાચકને ઉપમાન કહું, કિમ જેહથી શુભધ્યાનરે. ઈતિ શ્રી નવકારપદાધિકારે ચતુર્થઉપાધ્યાયભાસ.૪
અથ પંચમપદવર્ણનભાસ )
(તે મુનિને ભામડે જઈઈ - એ દેશી) તે મુનિને કરું વંદન ભાવઈ, જે ષટ્ વ્રત પર્ કાય રાખે રે ૧૨ ઇંદ્રિય પણિ દમેં વિષયપણાથી ૧૭ વલી ખંતિ સુધારસ ચાખું રે. ૧૮ તે ૦ લોભતણા નિગ્રહને કરતા ૧૯, વલી પડિલે હણાદિક કિરિયા રે; નિરાસંસ જતનાઈ બહુપદિ ૨૦, વલી કરણ શુદ્ધિ ગુણદરિયારે ૨૧ તે ૦ અહનિસ સંયમ યોગયું યુગતા ૨૨, દુર્બર પરિસહ સહકારે ૨૩; મનવચકાય કુસલતા યોગઈ, વરતાર્વે ગુણ અનુસરતા રે. ૨૬ / ૦ છડિ નિજતન ધર્મ નઈ કાજે, ઉપસર્ગાદિક આવે રે; સત્તાવીસ ગુણઈ કરી સોહે, સૂત્રાચાર નઈ ભાવે રે ૨૭ તે ૦ જ્ઞાન દર્શન ચારિતણાં જે, ત્રિકરણ યોગે આચાર રે; અંગઈ ધરે નિઃસ્પૃહતા સુધી; એ સત્તાવીસ ગુણ સાર રે તે ૦ અરિહંત ભક્તિ સદા ઉપદેશૈ, વાયગસૂરિના સહાઈ રે; મુનિ વિણ સર્વ ક્રિયા નવ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે તે ૦ પદ પંચમ એણી પરિધ્યાવંતા, પંચગતિને સાધો રે; સુખકર શાસનના એ દાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે તે ૦
ઈતિ નવકાર નવપદાધિકારે પંચમસાધુપદ ગુણવર્ણન સમાપ્ત
૩
૪
૫
૬
૭
નવનીત છે ચૌદ પૂર્વનું, મહામંત્ર નવકાર, અંતરભાવે ભવિ ભજે પામે સુખ શ્રીકાર,
દ્વાદશાંગીના સારરૂપ, મહામંત્ર નવકાર, તેની ભજના કોઈદિ, અફળ નહિ જનાર.
૨૨૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org