________________
સંવ:
साङगत्येन पद्यते परिच्छिद्यतेऽर्थो याभिरिति
-
અર્થાત્ જેનાથી સુસંગત રીતે અર્થ જુદો પાડી શકાય તે ‘સંપદા’. એટલે સંપદાનો અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દોનો સમૂહ. સંપદા એટલે એક અર્થ પૂરો થતાં આવતું વિશ્રામસ્થાન.
સંપદા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી ઘટાવાતો. લાંબુ વાક્ય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ લેવા (Pause) માટે વચ્ચે થોભવું પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં
અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહ્નો આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપવા માટે અનુકૂળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી એમ શાસ્ત્રકારો કહે છે. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનું એક એકમ (Unit) પૂરું થતું હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ સંપદા એવો વિશિષ્ટ અર્થ એ શબ્દનો ઘટાવવામાં આવે
છે.
કવિતામાં, મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુક્ત રચનાઓમાં અર્થ અને લયની દૃષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌ૨વવાળું હોવાથી તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા માટે એના રચિયતાઓ રચના કરતી વખતે આ દૃષ્ટિને પણ ખાસ લક્ષમાં રાખે છે. પરંતુ સામાન્ય મંત્રો કરતાં અનાદિસિદ્ધ નવકારમંત્રની તો વાત જ અનોખી
છે.
Jain Education International 2010_03
*
નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં સ્વર-વ્યંજનની યોજનાસહિત યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ યોગ્ય સ્થળે જ જો તે આવે તો જ તેનું મહત્ત્વ રહે છે. એમ ન થાય તો તેના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા, અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાનો સંભવ રહે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષામાં સ્વરભારનું પણ ઘણું મહત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે. એકના એક શબ્દમાં કે વાક્યમાં જ્યાં સ્વરભાર આવવો જોઈએ તેને બદલે બીજે સ્થળે જો સ્વરભાવ આવે તો અર્થનો અનર્થ થઈ ગયાંનાં ઉદાહરણો પ્રાચીન સાહિત્યમાં ટાંકવામાં આવે છે. એટલા માટે જ વેદની ઋચાઓના પઠનમાં
આરોહ-અવરોહનું પણ એટલું જ મહત્વ રહેલું છે. અન્ય કેટલાક મંત્રોમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. જો ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય તો મંત્ર પાછો પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને તે હાનિ પહોંચાડે છે. એમ મંત્રવિદો માને છે. એટલે એમાં સંપદાનુંવિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું
છે.
નવકારમંત્રમાં પદની જે ગણના કરવામાં આવે છે તે વ્યાકરણ અનુસાર નથી. વ્યાકરણ અનુસાર વિમચાં વવમ્ એટલે કે જેને છેડે વિભક્તિ છે તે પદ કહેવાય. એનો સાદો અર્થ કરવો હોય તો કહેવાય કે વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય. શબ્દકોશમાં આપેલો શબ્દ તે શબ્દ છે. તે શબ્દ જો વાક્યમાં વપરાયો હોય તો તે પદ બને છે. ‘પિતા’ શબ્દ શબ્દકોશમાં હોય તો તે શબ્દ છે અને ‘પિતા આવ્યા' એમ વાક્યમાં વપરાયો હોય તો તે પદ ગણાય છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે તો નવકારમંત્રનો પ્રત્યેક શબ્દ પદ ગણી શકાય. એ રીતે
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org