________________
નવકારમંત્રમાં આવાં બે ત્રણ પદના સમૂહનું અર્થની દૃષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. ‘નમો અરિહંતાણં’માં વ્યાકરણની દૃષ્ટિએ બે પદ છે, પણ અર્થની દૃષ્ટિએ તે એક જ પદ છે. નવકારમંત્રમાં એવાં નવ પદ છે. પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદમાં સંપદા આવી જાય છે એ તો સ્પષ્ટ છે.
-
હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારો કેવી રીતે બતાવે છે તે જોઈએ. છઠ્ઠું પદ છે ‘એસો પંચ નમુક્કારો' અને સાતમું પદ છે ‘સવ્વ પાવપ્પણાસણો’ - આ બે પદના મળીને સોળ અક્ષર થાય છે. આ બે પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પદ છે ‘મંગલાણં ચ સવ્વુસિં' અને નવમું પદ છે ‘પઢમં હવઈ મંગલમ્' – આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફક્ત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. એ રીતે નવકારમંત્રમાં કુલ આઠ સંપદાઓ બતાવવામાં આવે છે. ‘ચૈત્યવંદન ભાષ્ય', પ્રવચન સારોદ્વાર' વગેરે ગ્રંથોમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે.
‘પ્રવચન સારોદ્ધાર’માં લખ્યું છે : पंचपरमेट्ठित्ते पए पए सत्त संपया कमसो । पच्जतसत्तरसक्खरपमाणा अट्टमी भणिया || (पंचपरमेष्ठिमंत्रे पदे पदे सप्त संपदः क्रमशो । पर्यन्तस्ततदशाऽक्षरप्रमाणा अष्टमी भणिता ।।)
(પંચપરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે, ક્રમશઃ પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરના છેલ્લા બે પદની આઠમી એક સંપદા છે)
Jain Education International 2010_03
‘ચૈત્યવંદન ભાષ્ય’માં લખ્યું છે કેपन्नट्ठसट्ठि नवपथ नवकारे अट्ठ संपया तत्थ ।
सगसंपय पयतुल्ला, सतरवर अट्ठमी दुपया || ३ ||
(નવકારમંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, નવ પદ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી)
‘ચૈત્યવંદન ભાષ્ય'માં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ ચૈત્યવંદનનાં સૂત્રોમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે તેમ જણાવ્યું છે. તેમાં લખ્યું છે :
अनवट्ठ य अवीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया - सक्कवयाईसु सगनतुई ||२९||
ચૈત્યવંદનનાં સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઈરિયાવહીની ૮, શક્રસ્તવ (નમુત્યુણ) ની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેઈઆણં) ની ૧૬ અને સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં)ની ૨૦ - આ પ્રમાણે બધી મળીને ૯૭ સંપદા થાય છે.
એમાં જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાપદની ગણતરી અથવા વિસામાની ગણતરી.
સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે. જે ગાથામાં ચાર ચરણ હોય તો તેમાં પ્રત્યેક ચરણને પદ ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્ય રીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હોવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ પદ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાનો નિર્દેશ પ્રાચીન સમયથી થતો આવે છે. જિનેશ્વર ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારો આઠની સંખ્યાનું સમર્થન કરે છે.
૧૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org