________________
‘સમરો મંત્ર ભલો નવકાર’ એ પદમાં આપણે ગાઈએ છીએ :
। અડસઠ અક્ષર એના જાણો,
અડસઠ તીરથ સાર;
આઠ સંપદાથી પરમાણો,
નવકારમંત્રમાં સંપદા
અસિદ્ધિ દાતાર; સમરો મંત્ર ભલો નવકાર...
સઝાયમાં
નવકારમંત્રની
કીર્તિવિમલસૂરિએ કહ્યું છે : સમર જીવ એક નવકાર નિજ હેજ-શું,
વર્ણ અડસઠ નવકારનાં નવ પદ,
અવર કાંઈ આળપંપાળ દાખે;
શ્રી
સંપદા આઠ અરિહંત ભાખે. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પદ્મવિજયે કહ્યું છે :
અડસઠ અક્ષર તીરથ સાર;
સંપદા આઠ સિદ્ધિ દાતાર; મંગલમય સમરો નવકાર.
નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાત્મ્ય દર્શાવતાં કહેવાયું છે કે એનાં નવ પદ નવ નિધિ આપે છે. અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે.
નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવ પદનો છે. પંચ પરમેષ્ઠિનેઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને
Jain Education International 2010_03
એ પ્રત્યેકને નમસ્કાર કરવારૂપ પાંચ પદ નમસ્કારનાં છે. ત્યારપછી નમસ્કારનો મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ નમસ્કાર
X
ડૉ. રમણલાલ ચી. શાહ મહામંત્રમાં નવ પદના બધા મળીને અડસઠ અક્ષર થાય છે. એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાત અક્ષર ગુરુ છે. નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. ‘મહાનિશીથ સૂત્ર', ‘નમસ્કારપંજિકા', ‘પ્રવચનસારોદ્ધાર’ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ નવકારમંત્રના બાહ્ય સ્વરૂપમાં નવ પદ અને અડસઠ અક્ષર ઉપરાંત આઠ સંપદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સંપદા એટલે શું ?
સંપા (સંપ) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં સંપયા શબ્દ વપરાય છે. સંપદાના શબ્દના જુદા-જુદા અર્થ સંસ્કૃત કોશમાં આપવામાં આવ્યા છે. જેમ કે : (૧) સંપદા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ (૨) સંપદા એટલે ઋદ્ધિ, વૃદ્ધિ. (૩) સંપદા એટલે સિદ્ધિ (૪) સંપદા એટલે ઈચ્છાઓ સારી રીતે પાર પડે તે (૫) સંપદા એટલે લાભ (૬) સંપદા એટલે પૂર્ણતા (૭) સંપદા એટલે સુશોભન (૮) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન; સહયુક્ત પદાર્થ (પદ + અર્થ) યોજના (૯) સંપદા એટલે શુભ અને ઉજ્જવલ ભવિષ્ય (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ (૧૧) સંપદા એટલે સમ્યક્ રીતિ (૧૨) સંપદા એટલે મોતીનો હાર.
આમ ‘સંપદા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે ‘સંપદા' શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે. એમ શાસ્ત્રકારો જણાવે છે. અલબત્ત ‘સંપદા’ શબ્દ નવકારમંત્રની આરાધનાથી પ્રાપ્ત થતી નથી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ સાથે સાથે કહેવાયું છે.
સંપવા ની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે
છે. :
૧૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org