________________
જેમ જેના નાશ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેને એકાકીપણાનું સુખ શી રીતિએ હોય ? ૩૧. છળને જ જોનારા પ્રમાદ, મિથ્યાત્વ અને રાગાદિક જેવા ) આંતરશત્રુઓ જેને દુષ્ટ પાડોશીનું કામ કરે છે, તેને એકાકીપણાનું સુખ ક્યાંથી હોય ? ૩૨. જે મનુષ્યથી ભરપૂર એવા નગરમાં પણ પરદેશી માણસ (કોઈની સાથે સંબંધવાળો નહિ હોવાથી) એકલો જ કહેવાય છે, તેમ જે પુરુષ ઉપર કહેલા દોષોથી રહિત હોય તે જનસમૂહમાં રહ્યો હોય તો પણ એકાકી જ છે અને જે મુનિ આ સર્વ સંજ્ઞા, દુષ્ટ લેશ્યા, વિકથા, ઈંદ્રિય, કષાય, દુષ્ટ, યોગ, મિથ્યાત્વ અને રાગાદિની આધીનતાદિ દોષયુક્ત હોય તો તેનું એકાકીપણું ફોગટ છે. કેમકે વંઠ, ધૂર્ત, ગુપ્તચર અને ચોર એ સર્વે શું એકલા નથી. ભમતા ? ૩૩-૩૪. જેમ દૂધ દૂધની સાથે, પાણી
શંકાર ત્રણ રેખાવાળો અને માથે અનુસ્વરવાળો, તે અહીં એમ જણાવે છે કે ત્રણ ગુપ્તિના પાલનમાં રેખાને (પરાકાષ્ઠાને) પામેલા
પાણીની સાથે, દીવો દીવાની સાથે અને અમૃતમહામુનિઓ સંપૂર્ણ સદાચારી હોય છે. ૪૧. નવ પ્રકારના જીવોની રક્ષા કરવા માટે અમૃતના કુંડ જેવી આકૃતિવાળા આ ‘નમો તોપુ સવ્વસાહૂળ ।’ એ પ્રકારના નવ અક્ષરો મને ધર્મને વિશે નવો નવો ભાવ આપો. ૪૨.
અમૃતની સાથે મળીને એકપણાને પામે છે, તેમ મુનિ પણ મુનિની સાથે મળી જઈ એકલાપણાને પામે છે. ૩૫. પુણ્યપાપનો ક્ષય થવાથી મુક્ત બનેલા અને કર્મ વિનાના હોવાથી એકાકી બનેલા પરમાત્માને વિશે જ અનાહારપણા વડે હંમેશાં જ સાચું એકાકીપણું પ્રતિષ્ઠા પામેલું છે. ૩૬. અથવા તો આ વિષે કોઈ પણ વસ્તુનો સર્વ પ્રકારે વિધિ કે નિષેધ છે જ નહિ, તેથી કરીને શ્રેષ્ઠ મુનિઓ સારી રીતે લાભાલાભ જાણીને લાભવાળા કાર્યને વિશે જ પ્રયત્ન કરે છે. ૩૭. શૈલેશી અવસ્થામાં (અયોગીગુણસ્થાનમાં) રહેલા નિષ્ક્રિય સાધુઓ કોઈની પણ પૂજા કરતા નથી, દાન દેતા નથી, તપ તપતા નથી અને જય જપતા નથી, પણ આશ્ચર્યની વાત છે કે તેઓ પરમપદને સાધે છે. આ શ્લોકમાં ગ્રન્થકારનો કહેવાનો આશય એ લાગે છે કે-જગતમાં કોઈ નાનામાં નાના કાર્યની પણ સિદ્ધિ ત્યારે જ થાય છે કે જ્યારે તેની અવ્યવહિત
Jain Education International 2010_03
*
પૂર્ણક્ષણમાં કાંઈને કાંઈક્રિયા હોય. આમ હોવા છતાંય મોટામાં મોટું પરમપદ પ્રાપ્તિરૂપ કાર્ય નિષ્ક્રિય બનેલા સાધુઓ સાધી શકે છે, એ એક આશ્ચર્યની વાત છે.
૩૮.
C
હૈં હૂઁ નામના ગન્ધર્વોના મનોહર ગાયન સાંભળવા વડે, અમૃત રસનો આસ્વાદ લેવા વડે, કલ્પવૃક્ષના પુષ્પોની સુગંધ લેવા વડે, દેવશય્યાનો સુખકારક સ્પર્શ કરવા વડે અને દેવાંગનાઓનું રૂપ જોવા વડે પણ જેઓ આકર્ષાતા નથી, તેઓ શું વૃક્ષો છે ?બાળકો છે ? કે શું હરણીયાં છે ? ના !ના ! ના! તેઓ વૃક્ષ, બાળક કે મૃગલાં નથી, પરંતુ એ તો નિરંજન મુનિઓ છે. ૩૯-૪૦.
ઈતિ પંચમ પ્રકાશ સમાપ્ત. છઠ્ઠો પ્રકાશ
આ પંચપરમેષ્ઠી નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. ૧. સમ્યક્ત્રકારે પાંચ સમિતિને વિષે પ્રયત્નવાળો અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થયેલો જે આત્મા આ પંચ પરમેષ્ઠિનમસ્કારનું ત્રિકાલ ધ્યાન કરે છે, તેને શત્રુ મિત્રરૂપ થાય છે, વિષ પણ અમૃતરૂપ બને છે, શરણરહિત મોટું જંગલ પણ રહેલા લાયક ઘર જેવું બની જાય છે, સર્વ ગ્રહો તેને અનુકૂળ થઈ જાય છે, ચોરો યશ આપનારા થાય છે, અનિષ્ટસૂચક સર્વ અપશુકનાદિ પણ શુભ ફલને આપનારા થાય છે, બીજાએ પ્રયોગ કરેલા મંત્ર, તંત્ર અને યંત્રાદિક તેનો
For Private & Personal Use Only
www.jainelibrary.org