________________
:
દઈશ. બોલ, કબૂલ છે શરત ? ચારણ કહે છે ‘એમાં શી મોટી વાત છે ? કબૂલ છે આપની શરત.'
‘નમો અરિહંતાણં’ એમ નવકારમંત્રનો જાપ કરતો ચારણ ઘોડીની સાથે પંથ કાપતો ચાલી રહ્યો છે. કેટલોક માર્ગ ચાલી ગયા બાદ, ચારણના ધ્યાનમાં આવ્યું કે ઘોડી પરનું જીન (બેઠકનો । સામાન) કેટલું સુંદર અને આકર્ષક છે ! મેં ઘોડી તો માગી લીધી પરંતુ આ જીન માંગવાનું તો ભૂલી જ ગયો. માગી ન લઉં તો તેનો સવા૨ એ મને ન પણ આપે. એમ વધતી ઈચ્છામાં-લોભપ્રેરિત અધીરાઈમાં તે માર્ગમાં જ બોલી બેઠો કે, ‘‘હજુર ! આ ઘોડીની સાથે મને જીન પણ આપશોને ?'' બસ, ખલાસ. જાગીરદારે તરત જ કહ્યું, ‘‘અરે બારોટજી, તમે મારી શરતનો ભંગ કર્યો. નવકાર જાપ છોડીને ‘જીન’ની વાત કરી બેઠા. એટલે હવે ઘોડી પણ નહિ મળે !''
જીવનમાં પણ આમ બનતું રહે છે. ઘોડીના (સિદ્ધપદના પ્રભુના) ઉમેદવાર એવા આપણને તે મળવાનું સંતો કે શાસ્ત્રો દ્વારા વચન મળ્યું હોય છે. પરંતુ સાથે સાથે આસક્તિવશ બનીને કોઈ અશુભપળે આપણને ‘જીન’ (દુન્યવી વસ્તુઓ માયા) તરફ જોતાં થઈને, તેની આસક્તિમાં ડૂબીને, નવકાર સ્મરણ છોડીને (પ્રભુને વિસ્મરીને) ‘જીન’ ને પણ માગી બેસીએ છીએ; તેની પાછળ આપણું ચિત્ત દોડી જાય છે પરિમાણે ‘જીન (સંસારી સુખ)તો હાથમાં નથી આવતું, પરંતુ ઘોડી (સિદ્ધ પદ, પરમાત્મા) પણ હાથથી જાય છે ! અફસોસ ! અસવાર (પ્રભુ) દયા કરીને એકલું જીન કદાચ આપી દે તો પણ ઘોડી (પ્રભુ) વિના તેની શી કિંમત ! બારોટે નકામી ચિંતા કરી. મુકામે પહોંચતાં જાગીરદારે ઘોડી સાથે તેને જીન પણ આપ્યું જ હોત કેમકે ઘોડી આપે તે વ્યક્તિ (પ્રભુ, નવકારજાપ કે વિશ્વનિયમ) શું જીન
Jain Education International 2010_03
(દુન્યવી જરૂરિયાતો) આપવામાં કસર કરે ? એવો લોભ કરે ?
અર્જુન આવી કસોટીમાંથી સફળતાથી પાર ઊતર્યો હતો. મહાભારતના યુદ્ધના પ્રસંગે શ્રી કૃષ્ણે (પરમાત્માએ) અર્જુનને શરતી વાત કહેલી કે યુદ્ધમાં નિઃશસ્ર એવો હું તારી પડખે રહું અથવા મારી તમામ સેના, ધનસંપત્તિ વગેરે (દુન્યવી માયા) તને મળી શકે; બેમાંથી એક માગી લે. અર્જુને તરત જ નિર્ણય આપ્યો કે મારે તો શ્રીકૃષ્ણ જ (પ૨માત્મા) જ જોઈએ; એમના વિના બીજુ મેળવવામાં મને રસ જ નથી. આથી દુર્યોધનને સૈન્ય, ધન-વગેરે મળ્યું. આપણે જાણીએ છીએ કે યુદ્ધમાં વિજય તો અર્જુનને જ મળ્યો, દુર્યોધન સર્વનાશને વર્યો.
જેમ અર્જુને પ્રભુની પસંદગી કરી તો પ્રભુની સાથે તેને રાજ્ય અને દુન્યવી સમૃદ્ધિ પણ મળી તે જ રીતે નવકારમંત્રની ઉપાસના દુન્યવી કામનાઓની પૂર્તિ માટે નહિ, પરંતુ માત્ર પ્રભુપ્રાપ્તિ માટે - સિદ્ધપદની સિદ્ધિ માટે ક૨વામાં આવે તો તે નવકારમંત્રના પ્રભાવે, આરાધક, જીવમાંથી શિવ, જીવાત્મામાંથી પરમાત્મા બની જ શકે છે. સાથે સાથે દુન્યવી તમામ ચીજો અરે, ત્રણે લોકનાં સામ્રાજ્યનો તે જાણે સમ્રાટ બની જાય છે !
પણ નવકારમંત્રના અનુષ્ઠાનથી આવી સિદ્ધિ કઈ રીતે મળે છે? નવકાર જાપમાંથી સ્ફૂટ થતી શક્તિ કે અનંત જ્ઞાન કે અનંત આનંદની ઉપલબ્ધિનું અધિષ્ઠાન રહસ્ય શું છે. તે હવે તપાસીએ :
જીવ જયા૨ે દુન્યવી ક્ષણિક ભોગોની આસક્તિથી વિરામ પામી પોતાના પરમાત્મતત્ત્વને પામવા સાધના શરૂ કરે છે ત્યારે તેમાં સહુથી મોટું વિરાધક તત્ત્વ પોતાનું અજ્ઞાન અને એ અજ્ઞાનજડિત અહંકાર હોય છે. ધીરો ભગત કહે છે કે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.' એટલે કે પરમાત્મારૂપી મેરુ જેવડો ઊંચો ડુંગર એક માત્ર ‘તરણા’ જેવા તુચ્છ અહંથી - અહંકારથી - ઢંકાઈ
૧૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org