________________
જેના કારણે કર્મ બંધાય છે, તે રાગ-દ્વેષને હટાવવા જોઈએ. કારણ કર્મ તો રાગ-દ્વેષનું ફળ અથવા પડછાયો માત્ર છે. કર્મ-રાગદ્વેષના હિસાબની બુક
માત્ર છે. કર્મ જીવને રાગ-દ્વેષ કરાવતાં હોત તો એક પણ જીવ મુક્તિ પામી શક્યો ન હોત.
આપણા બિલ્ડીંગના ટેરેસની ટાંકીમાંથી પાણી આપણા બાથરૂમની ટાંકીમાં આવે છે. બાથરૂમની ટાંકીમાં પાણીની આવક તથા નીચેના નળમાંથી પાણીની જાવક ચાલુ જ હોય છે. ટાંકી ભરેલી છે. આવક તથા જાવક સરખા પ્રમાણથી ચાલુ છે. તો આપણી ટાંકી પાણી વગરની થઈ શકે ખરી ? ન થઈ શકે. આત્મામાં પ્રત્યેક સેકંડે કર્મ બંધાય છે. તેમજ પ્રત્યેક સેકંડે કર્મ ખરે છે. એવો નિયમ-સિદ્ધાંત છે.
ટાંકી કોરી કરવા માટે પાણીની જાવક ચાલુ હોય, પરંતુ આવક બંધ થાય તો જ ટાંકી પાણી વગરની થઈ શકે. તેવી રીતે આત્મામાં કર્મની આવક જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આત્મા કદી કર્મરહિત થાય નહીં.
જૂનાં કર્મો જ્યારે બંધાયાં હોય છે ત્યારે જ તેના ખરવાનો સમય પણ નિશ્ચિત જ હોય છે, એટલે નિશ્ચિત સમયે જ એની મેળે ખરવાનાં જ. જે એની મેળે ખરવાનાં જ છે. તે ખેરવવાની મહેનત કરવી જોઈએ ખરી ? કે નવાં કર્મો પ્રત્યેક સેકન્ડે બંધાય છે, તે કેમ ન બંધાય તે અંગે મહેનત કરવી જરૂરી છે ? આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. માર્મિક પણ છે. હાલમાં સમસ્ત જૈન સમાજની દૃષ્ટિ નવાં કર્મો ન બંધાય તે તરફ નથી, પણ જૂનાં કર્મો કેમ ખરે - તે ત૨ફ છે. જે તદન ઊંધી દૃષ્ટિ
છે.
વળી પાપ કેમ ન બંધાય તેવી દિષ્ટ પણ વિશેષ છે. આ દૃષ્ટિ સારી પણ છે. પણ સાથે સાથે તેને જ ધર્મ માની લેવાય તે માન્યતા સો ટકા ખોટી છે. તેમજ શુભ ક્રિયા કરવાની દૃષ્ટિ સારી છે. પણ તેને જો ધર્મ માની લેવાય તો તે માન્યતા પણ ખોટી
୭ ୧୪
Jain Education International 2010_03
જ છે, જે વસ્તુનો જે પ્રકાર હોય તેને તે પ્રકારે જ ગણવી તે જ યોગ્ય છે. તે જ સત્ય છે. તેનાથી જુદું માનવું તે ‘ઘોર અજ્ઞાન’’ છે. શુભ-શુભ છે. અશુભઅશુભ છે. માત્ર ‘‘વીતરાગતા જ ધર્મ’’ છે. તે સિવાય સઘળો અધર્મ જ છે. તેવી સમ્યક્ માન્યતા પ્રથમ રાખીને જ પછી જે ક્રિયા કરવી હોય તે જરૂર કરવી.
(વિનંતી : આ લેખ રમૂજ માટે નથી. બુદ્ધિગમ્ય વિચારણાપૂર્વક જૈન દર્શનમાં શ્રદ્ધાવંત બનવા માટે છે.)
કોઈ એવી સર્વશક્તિમાન શક્તિ હોય તો બતાવો કે જેનું શરણું લઈને સંસારનાં દુ:ખથી છૂટી જઈએ.
૧. દશ ફીટ એક લાંબું લાકડું પાણીની સપાટી ઉપર તર્યા કરે છે. તેના બદલે પાણીની સપાટીથી બે-ત્રણ ઈંચ અંદર રહે, દશ ફીટ તો શું એક જ ફૂટ હોય તો પણ લાકડું પાણીની અંદર જ રાખી દે એવી કોઈ શક્તિ છે ખરી ? બધામાં લાગુ પડે છે.
૨. દશ ફીટ, એક ફૂટ અરે, એક ઈંચ
લોખંડની ખીલીને પાણી ઉપર તરતી રાખી દે.
૩. બાજરી વાવી હોય તેના ડૂંડામાં થોડા દાણા ઘઉંના પણ ઉગાડી દે ?
૪. પીંપળનું બીજ વાવીને લીમડો ઉગાડી દે ? તેમાં એક પાન ફક્ત લીમડાનું હોય ?
૫. લાલ ગુલાબનું બીજ વાવીને બીજા કોઈપણ કલરનું ગુલાબ ઉગાડી દે ?
૬. વરસાદની હજારો ધારમાંથી એક ધારને નીચે પડવા ન દે ? અરે, એક ધાર તો શું ફક્ત એક ટીંપાને આકાશમાં અદ્ધર રાખી દે?
૭. વધુ અગ્નિ આપતાં પાણીની વરાળ થવા માંડે છે, તે વરાળ થવા ન દે ?
૮. માથામાં કાળામાંથી ધોળા થયેલ ફક્ત એક વાળને ફરી કાયમી કાળો બનાવી દે ?
૯. આયુષ્યમાં એક દિવસ કે એક કલાકનો ફક્ત વધારો કે ઘટાડો કરી દે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org