________________
એક વચન ઈહાં ભાખ્યો, ભગવઈ-વૃત્તિ લેઈ, એજ-ધર્મો નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ. ૮૮
સૂરિ ઉવજ્રાય મુનિ ભાવિ અધ્ધા, ગુણથી ભિન્ન નહીં જે મહપ્પા, નિશ્ચયે ઈમ વદે સિદ્ધસેન, થાપના તેહ વ્યવહાર દેન. ૮૯
ચાલિ.
વૃત્તિ સુત્ત ઉવઓગે, કરણ નઈ અલ્વેિ સ૬,
ક્ઝાયતિ ઝાણે પૂરે, આતમ-નાણની હ; પણિ નિરૂક્તિ ઉપક્ઝાય, પ્રાકૃત વાણિ પ્રસિદ્ધ, આવશ્યક નિર્યુક્ત, ભાખ્યો અર્થ સમૃદ્ધ ૯૦
ભાવ અધ્યયન અક્ઝાયણ એણે, ભાવ-ઉવન્ઝાય તિમ તત્વ વયણે; જેમ શ્રુતકેવલી સયલ નાણે, વ્યવહતે નિશ્ચયે અપ્પ.ન્માણ. ૯૧
ચાલિ સંપૂરણ મૃત જાણે, શ્રુત-કેવલી વ્યવહાર, ગુણદ્ધારાએ આતમ-દ્રવ્યનો જ્ઞાન પ્રકાર; શ્રતથી આતમા જાણે, કેવલ નિશ્ચય સાર, શ્રુતકેવલી પરકાશ તિહાં નહીં ભેદ યાર. ૯૨
જોડીએ જબહી તે તે ઉપાધે, તબહી ચિન્માત્ર કેવલ સમાધે; તેહ વિક્ઝાય પદને વિચારે, તેહ ઇક દીપ છે જગમઝારે. ૯૩
ગૂર્જર સાહિત્યસંગ્રહ વશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org