________________
બાધિત અનુવૃત્તિ તે રહી, જ્ઞાનીને પ્રારબ્ધ કહી; કર્મ વિલાસ થયો તો સાચ, જ્ઞાને ન મિટ્યો જેહનો નાચ. ૭૦ વ્યવહારિક આભાસિક ગણે, યોગી તે છે ભ્રમ અંગણે, યોગી અયોગી શરીર અશેષ, શ્યો વ્યવહાર આભાસ
વિશેષ ? ૭૧ અન્ય અદષ્ટ યોગિ શરીર, રહે કહે તે નહિ શ્રુતિધર, જો શિષ્યાદિક અદષ્ટ રહે, અરિ અદષ્ટ તેહને કિમ સહે? ૭૨ સકતિ અનંત સહિત અજ્ઞાન, કર્મ કહો તો વાધે વાન; કર્મ હોય જનમની યુક્તિ, દર્શન-જ્ઞાન-ચરણથી મુક્તિ. ૭૩ પ્રતિબિંબ જો ભાખે ભોગ, કિમ તસ રૂપી અરૂપી યોગ; ? આકાશાદિકનું પ્રતિબિંબ, જિમ નહીં તિમ ચેતન અવિલંબ. ૭૪ આદર્શાદિકમાં જે છાય, આવે તે પ્રતિબિંબ કહાય; સ્થૂલ બંધનું સંગત તેહ, નવિ પામે પ્રતિબિંબ અદેહ ૭૫ બુદ્ધ ચેતનતા સંક્રમે, કિમ નવિ ગગનાદિક ગુણે રમે ? બુદ્ધિ જ્ઞાન ઉપલબ્ધિ અભિન્ન, એહનો ભેદ કરે શું ખિન્ન ? ૭૬ બુદ્ધિ નિત્ય તો પુરૂષજ તેહ, જ્ઞાન પ્રવૃત્તિ ઇચ્છા સમ ગેહ, જો અનિત્ય તો કિહાં વાસના ? પ્રકૃતિ તો શી બુદ્ધિ સાધના? ૭૭ અહંકાર પણ તસ પરિણામ, તત્ત્વ ચોવીસ તણું કિહાં કામ સકતિ વિગતિ પ્રકૃતિ સવિ કહો, બીજાં તત્ત્વ વિમાસી રહો. ૭૮
9. વાતિ ચર...... ત વશ સર્વ ને ૨. યોગી તે વિભ્રમ અંગ ગણે ૩. વિશેષ ૪. અરિષ્ટ દષ્ટિ ૫. પ્રતિબોધઈ ૬. સગતિ ૭. રહે
૫૮૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org