SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ ૧૭ [ગચ્છપતિ રાજિઓ હો લાલ એ દેશી, જગસરી રાગદ્ગુ www.cad ભરિયાં કિરિયાણાં ઘણાં હો, હીરચીર પટકુલ; મેલ્યાં નિજ બંદિર ભણી, હવે વાહણ પવન અનુકૂલ. ૧ હરિખત જન હુઆ હો લાલ, પામ્યા જયતસિરિ સુખલીલ-આંકણી. દોય પંખિ જિમ પંખિઆ હો, રથ જિમ દોય તુરંગ; સૂકવાણ સનેં બલૈં, તિમ વહાણ ચલે અતિરંગ. હરખિત ર રણકે ધ્વજમણિ કિંકિણી હો,- કનકપત્ર ઝંકાર; વહાણ મિસેં આવે રમા, માનું ગરૂડ કરી સંચાર. હરિખત૦ ૩ ત્રાપે જલ ઓલંચીએ હો, માનું ઝરે મદપૂર; વાહણ ચલે જિમ હાથિઓ, સિર કેસર વચિ સિંદૂર. હરખિત ૪ ભર કસી સસર નાંખિએ હો, બાહિર તેહ ન જાઈ; એહવે વર્ગ ચાલિયાં, મનિ વાહણ હરખ ન માઈ. હખિત૰ ૫ વાહણ ભાણસ્યું તોલિએ હો, ધરા સ્વર્ગનો સાર; તુલા દંડ થંભે કરી, જોઈ લેજો એહ વિચાર. હરિખત ૬ કામિ કરે જિમ કામિની હો, હૃદય-સ્થલ પરિણાહ; સાયર તિમ અવગાહતાં, હવઈ વાહણ ચલ્યાં ઉચ્છાહ. હરખિત ૭ ગુણ-જીત્યો સાયર હુઓ હો, સહજેં સાંનિધિકાર; દેખ્યાં બંદિર આપણાં, હવે હુઆ તે જયજયકાર. હરિખત૦ ૮ બંદિર દેખિ વાવટા હો, ધરિયા લાલ અગ્રભાગ; માનું બહુ દિનનો હુંતો, તેહ પ્રગટ કીઓ ચિતરાગ. હરખિત૰ ૯ બંદિર દેખિ હરખસ્યું હો, મેલ્હી નાલિ આવાજ; જે આગે સુરગજ તણો, વલિ મેહ તણો સ્યો ગાજ ? હરખત ૧૦ ૫૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy