________________
વાજ્યાં વાજાં હરખનાં હો, કરે લોક ગીતગાન; પડછંદે ગુહિરો દિએ, માનું સાયર પણ કરે તાન. હરિખત ૧૧
સાહમા મિલવા આવિયા હો, સાજન લેઈ નાવ;
અંગોઅંગ મિલાવડે, એ તો ટલિયાં વિરહ વિભાવ. હરખિત૰ ૧૨
આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ; ઘરઘર હુઆ હો વધામણાં, શ્રી સંઘ સદા અનુકૂલ. હરિખત ૧૩
વ્યવહારી ભેટે મુદા હો, પ્રથમ પાસ નવખંડ; સુરભિ દ્રવ્ય પૂજા કરે, લેઈ કેશર ને શ્રીખંડ. હરખિત ૧૪
મોતીના કર્યા સાથિયા હો, આંગી રયણ બનાવ; ધ્વજા આરોપી અતિ ભલી, વલી કનક કલસ શુચિભાવ. હખિત ૧૫
ઈણ પરિ જેહના દ્રવ્યનો હો, આવ્યો પ્રભુને ભોગ; સાયરથી મોટું કર્યું, તે જિહાજ મિલિ સવિ લોગ. હરિખત ૧૬ એ ઉપદેશ રચ્યો ભલો હો, ગર્વ-ત્યાગ હિત કાજ; તપગચ્છ ભૂષણ સોહતા, શ્રી વિજયપ્રભ સૂરિરાજ. હરખત ૧૭ શ્રી નયવિજય વિબુધ તો હો, સીસ ભણે ઉલ્લાસ; એ ઉપદેશે જે રહે, તે પામે સુજસ વિલાસ. હરખિત ૧૮
વિષ્ણુ મુનિ સંવત જાણિએ હો, તેહજ વર્ષ પ્રમાણ; ઘોઘા બંદિરે એ રચ્યો, ઉપદેશ ચઢચો સુપ્રમાણ. હરિખત ૧૯
ઇતિ યાનપત્ર યાદસ્પત્યોઃ પરસ્પર પ્રશસ્ય સંવાદાલાપઃ સમાપ્ત: શ્રી ઘોઘા બંદિરે.
- ઇતિ સમુદ્રવાહણ વિવાદ રાસ સંપૂર્ણ. પંડિત શ્રી શ્રી દેવવિજયશિષ્યાદિ મુનિ લક્ષ્મીવિજય લષતં પઠનાર્થ સંપૂર્ણ પત્ર ૭ ખેડાની પ્રત.
સમુદ્ર-વહાણ સંવાદ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૫૧૭૧
www.jainelibrary.org