________________
રાચે માર્ચ નાચે બહુજન, સબ હી બનાવત સાજ; વાજે વાજાં હરખનાં હો, પામ્યું તે અભિનવ રાજ. પ્રભુ૦ ૮
મેઘાડંબર છત્ર વિરાજે, પામંડપ અતિ ચંગ; બીજે બિહું પખ સોહતા હો, ચામર જલધિ તરંગ. પ્રભુ ૯
એક વેલિ સાયર તણી હો, દૂજી જનરંગ રેલી; ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજગેલિ. પ્રભુ ૧૦
પવનહીં થઈ દૂનો ભયો હો, પવન સિખાયો વેગ; જિહાએઁ જન મન ગુરૂ કિએ હો, વેગ વિદ્યા અતિ તેગ. પ્રભુ ૧૧
ત્રાસે કચ્છપ ચિહું દિસે હો, આવત દેખિ જિહાજ; માનું જિહાજના લોકના હો, નાસે દારિદ્ર ધરી લાજ. પ્રભુ ૧૨
ઇણિ પરિ બહુ આડંબરે રે, ચાલ્યાં વાહણ સુવિલાસ; નિજ ઇચ્છિત બંદિર લહી હો, પામ્યાં તે સુજસ ઉલ્લાસ. પ્રભુ૦ ૧૩
ચોપાઈ
બંદિર જઈ માંડયા બાજાર; વ્યાપારી તિહાં મિલ્યા હજાર; જિમ આવલિકા દેવ વિમાન, તિમ તિહાં હાટ બન્યા અસમાન. ૧
રણ-શ્રેણી તિહાં સોહે ઘણી, કમલા હાર તણી છવિ ભણી; સોનઇયા વિ જાએ ગણ્યા, રૂપારાલ તણી નહિ મણા. ૨
માંડચા મોતી તિહાં બહુ મૂલ, માવું ન્યાય-લતાના ફૂલ; પાસે માંડી મરકત હારિ, તે સોહે અતિકુલ અનુહારિ. ૩ લાલ કાંતિ પસરે તિહાં સાર, ભૂમિ લહે લાલી બાજાર; માનું આવિ કમલા રંગિ, તાસ ચરણ અલતાનઈ સંગ. ૪
૫૬૮ *
Jain Education International 2010_02
ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org