________________
પતીતપાવન પ્રભુ જાસ, રંજે ભગત-રસેરી; તસ દુ:ખ હરવા કાજ, દેવ અનેક ધસેરી. ૬ તે પ્રભુ શરણ કરેઈ, અવર ન આસ કરૂંરી; કુણ લિઈ પત્થર હાથ, પામી રયણ ખરૂંરી. ૭ જલ-ભય નહીં મુજ દેવ ! સમરે નીલ છબીરી; યૂં કરસ્યું અંધકાર, ઉગ્યે ગયણી ૨વીરી. ૮
કોઈ નહીં ભય મુજ, જો પ્રભુ ચિત્તિ વસ્યોરી; જાઓ તુમ ઉદધિકુમાર ! સાયર-મેલ કિસ્સોરી ? ૯ જે સાહિબ સુપ્રસન્ન, કહિઈ ન રોસ ભજ્યોરી'; તે અો સેવ્યો દૂઠ, સાયર દૂરિ ત્યજ્યોરી, ૧૦ આસપૂરણ પ્રભુ પાસ, હરસ્તે વિઘન-તતીરિ; લહસ્યું જગ જસવાદ, આરતિ મહીંઅ રતીરી.' ૧૧
દુહા
ઇણિ આકીનઈ ધર્મને, તૂઠા સુર અસમાન; કુસુમવૃષ્ટિ ઊપરિ કરે, અંબરિ ધરી વિમાન. ૧
મુખિ ભાષે `ધન ધન્ય તું, તુજ સમ જગિ નહીં કોઈ; કુણને એહવી ધર્મમતિ, સંકટ આવે હોઈ ? ર હરખ નહીં વૈભવ લહે, સંકટ દુ:ખ ન લગાર; રણ સંગ્રામે ધીર જે, તે વિરલા સંસાર." ૩
એમ પ્રશંસા સુર કરી, ટાલે સવિ ઉતપાત, ફિરિ સાજ સબલો બન્યો, હુઆ ભલા અવદાત. ૪
૧. ભર્યોી
૫૬૬
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org