________________
સાયર કહે “તું મુજ વિના, ભરી ન શકેડગ્ન; મુજ પ્રસાદિ વિસલે ઘણું, હું દિઉં છૂં તુજ મગ્ન. ૭ મુજસાહમ્ બોલે વલી, જો તું છાંડી લાજ, તો સ્વામીદ્રોહા તણી, શીખ હોસ્ટે તુજ આજ" ૮ વાહણ કહે સાયર! સુણો, સ્વામિ તે સંસાર; ગિરૂઓ ગુણ જાણી કરે, જે સેવકની સાર. ૯ ભાર વહે જન ભાગ્યનો, બીજો સ્વામી મૂઢ, જિમ ખરવર ચંદન તણો, એ તું જાણે ગૂઢ" ૧૦
ઢાળ ૧૩
ભિલૂડા રે હંસા - એ દેશી એહવે વયણે રે હવે કોપેઈ ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ; પવન ઝોલે રે જલ ભર ઊછલી, લાગે અંબર મોભ. એહવે ૧ ભમરી દેતાં રે પવન ફિરી ફિરી રે, વાલે અંગ તરંગ; અંબર વેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરિ-શંગ. એહવે ર ભૂત ભયંકર સાયર જબ હુઓ, વીજ હુઈ તવ હાસ; ગુહિરો ગાજી રે ગગને ઘર કરે, ડમ ડમ ડમરૂ વિલાસ. એહવે ૩ જલનઈ જોઈ રે અંબર ઊછલઈ, મચ્છ પુચ્છ કરી વંક; વાહણ લોકનઇ રે જો દેખી હુઈ, ધૂમકેતુ શત શંકા એહવે ૪ રોષ અગનિનો રે ધૂમ જલધિ તણી, પસ ઘોર અંધાર; ભયભર ત્રાસે રે મશક પરિ તદ, વાહણના લોક હજાર. એહવે ૫
૫૬ ૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org