________________
ઢાલ ૧૨
રિઈવતના ગિર પોપટા - એ દેશી) સાયર ! મ્યું તું ઉછલે ?, સ્યુ ફૂલે છે ફક? ગરવ-વચન હું નવી ખમું, દેણ્યું ઉત્તર રોક સાયર! ૧ વાત-પ્રસંગે મેં કહ્યા, ઉત્તર તુજ સાર; મર્મ ન ભેદ્યા તાહરા, કરિ હદય વિચાર સાયર ! ર નિજ હિત જાણી બોલિએ, નવિ શાસ્ત્રવિરૂદ્ધ રૂસો પર વલિ વિષ ભખો, પણિ કહીયે શુદ્ધ. સાયર ! ૩ છિદ્ર અહ્મારાં સંવરે, તૂ કિહાં રે ? ગમાર ! છિદ્ર એક જો તનુ લઇ, તો કરે રે હજાર. સાયર૦ ૪ શકિનિ પરિ નિતિ અમ્ય તણા, તાકે તું છિદ્ર, પણિ રખવાળો ધર્મ છે, તે ન કરે નિદ્ર. સાયર૦ ૫ બોલે શરણાગત પ્રતિ, જે નીર મઝાર; કઠિન વચન મુખિ ઉચ્ચરે, તે તુજ આચાર સાયર, ૬ પણિ મુજ રક્ષક ધર્મમાં, નહિ તુજ બલ લાગ; જેહથી ભુજ બૂડે નહીં, બાવનમો ભાગ. સાયર૦૭ . મનમાં મ્યું મુંઝી રહ્યો, મ્યું માને શંક; અહ્મ જાતાં તુજ એકલો, ઊગરસ્વઇ પંક. સાય૨૦ ૮ તું ઘર-ભંગ સમર્થ છે, કરવા અસમરત્વ, શ્રમ કરવો ગુણ-પાત્રનો, જાણે ગુરૂ હલ્થ. સાયર. ૯ હંસ વિના સરવર વૃથા, અલિ વિણ જિમ પદ્મ, જિમ રસાળ કોકિલ વિના, દીપક વિણ સઘ. સાયર. ૧૦ ૫૬૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org