________________
આસંગો નવિ કીજિએ, જેહની કીજે આસ; નરપતિ માન્યો પિણ રહે, આપ મુલાજે દાસ. ર શરણે રાખ્યો ચંદને, જિમ મૃગ હુઓ કલંક; તિમ તું મુજને પિણ હુઓ, કહતો દોષ નિઃશંક. ૩ સુંદર જાણી સંગ્રહો, હુઓ તે નિગુણ નિઃશૂક, ઉથાપે નિજ આશરો, એ તુજ મોટી ચૂક" ૪
ઢાળ ૧૦
ઢાળ કડબાની વાહણ કહે “શરણ જગિ ધર્મ વિણ કો નહિ. તું શરણ સિંધુ મુજ કેણિ ભાંતિ ? શરણ આવ્યા તણી શરમ તે નિરવહે, જેહ જાય હુએ સુજસ રાતિ. વાહણ ૧ કાલ વિકરાલ કરવાલ ઊલાળતો, ફૂંક મુકે પ્રબલ બાલ સિરખી; જૂઠ અતિ દુઠ જન સુખ સરમોહતા, યમ મહિષ સાંભરે જેહ નિરખી. વાહણ૦ ૨ ચોર કરિ સર મલબારિયા ઘારિયા, ભારિયા ક્રોધ આવે હકાર્યા; ભૂત અવધૂત યમદૂત જિમ ભયંકરા, અંજના-પુત નૂતન વકાર્યા. વાહણ ૩ હથિ હથિયાર શિર ટોપ આરોપિયા,
અંગિ સન્નાહ ભુજ વીર વલયાં, સમુદ્ર વહાણ સંવાદ
૫૫૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org