SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ તું ભીતિ પામે યદા ગાજે, મેહ ચમકે વીજલી; અંબરાડંબર કરે વાદલ, મલે ચિંહું પખ આફલી; તું સદા કંપે વીચિ પંખઇ, નાસિએ જાણે હવે; રખે એ જ સર્વ મારું લિએ, ઈસ્ય મનિ ચિંતવે. ૪ તુજ જલ જે ઘન સંગ્રહે, તુ હુએ અમીઆ સમાન રે, તે સઘલો ગુણ તેહનો, તિહાં તુજ કિસ્યો ગુમાન રે; તિહાં માન સ્યો તુજ ઠામનો, ગુણ બહુ પરિ જગિ દેખિએ; તૃણ ગાય ભક્ષે દૂધ આપે, ન તે તુણ-ગુણ લેખિએ; સ્વાતિ.જલ હોઈ પડિG ફણિ-મુખે, ગરલ મોતી સીપમાં; ઈમ ક્ષાર તુજ જલ કરી મીઠો, મેહ વરસે દ્વીપમાં. ૫ જીવન તે જલ જાણિએ, જે વરસે જલધાર રે, તાહરૂં તો જલ જિહાં પડે, તિહાં હોઈ ઊખર ખાર રે; તિહાં હોઈ ખારો જિહાં તુજ જલ, વિગાડે રેલી મહી; દાધી દવે પણિ પલ્લવે, નવિ પલ્લવે તે તુજ દહીં; તું ધાન તૃણનાં મૂલ છેદે, લૂણ સઘલે પાથરે, તુજ જાતિ વિણ કુણ જીવ પામે, સુખ તેણે સાથ રે. ૬ એરંડો અને સુતરરૂ, તરૂઅર કહિઈ દોઈ રે, ચિંતામણિ ને કાંકરો, એ બે પત્થર હોઈ રે, એ દોઈ પત્થર પણિ વિલમ્બણ,-પણું નિજ નિજ ગુણ તણું, વલિ અક્ક સુરતી દૂધ, એક જ વરણ પતિ અંતર ઘણું ઈમ નીર-જીવન તેહ ઘનનું, તારું વિશ્વરૂપ એ; તું એક શબ્દ રખે ભૂલ, જૂઓ આપ સ્વરૂપ એ. ૭ સમુદ્ર-વહાણ સંવાદ • ૫૪૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy