________________
દુહા
સિંધુ કહે `સુણિ વાહણ ! તું, હું જગ તીરથ સાર, ગંગાદિક મુજમાં મલઇ, તીરથ નદી` હજાર. ૧ તીરથ જાણી અતિ વડું, મુજને પૂજે લોક; ગંગા-સાગર-સંગમે, મલે તે જનના શોક.' ૨ વાહણ કહે ‘તીરથપણું, તુજ મુખિ કહ્યું ન જાય; ગંગાદિક તુજમાં ભલે, તાસ મધુર રસ જાય. ૩ ગંગાદિક આવી મિલે, તુજને રંગ રસાલ; જાય નામ પિણ તેહનું, તુજ ખારે તતકાલ. ૪ દુર્જનની સંગતિ થકી, સજ્જન નામ પલાય; કસ્તુરી કચરે ભરી, કચરારૂપ કહાય. પ ટાલે દાહ તૃષા હરે, મલ ગાલે જે સોઈ; ત્રિહુ અર્થે તીરથ કહ્યું; તે તુજમાં નહિ કોઈ. ૬ તારે તે તીરથ ઈસ્યો, અર્થ ઘટે મુજ માંહિ; જંગમ તીરથ સાધુ પિણ, તરે ગ્રહી મુજ બાંહ. ૭ પૂજે જન જે તુજ પ્રતિ, તે નવિ તીરથ હેત; ગરજે કહીયે ખર પિતા, એ જાણો સંકેત.' ૮
૧ નહીં. સમુદ્ર-વહાણ સંવાદ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૫૪૭
www.jainelibrary.org