SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ તાહરૂં તો કુલ કાઠનું, જે પોલાં ધુણ ખાય; તુજ મુજ વિચ જે અંતરો, તે મુખ કહ્યો ન જાય.' ૩ વાહણ કહે કુલ-ગર્વ શ્યો ? માહરું પણિ કુલ સાર; સુરતરૂ જેહમાં ઉપનો, વંચ્છિત ફલ-દાતાર. ૪ પશુ પંખી મૃગ પથિકને, જે છાયા સુખ દેત; તે તરૂવર અહ્મ કુલ-તિલાક પર ઉપગાર ફલંત. ૫ હું લક્ષ્મી દેઉ પુરૂષને, એ ગુણ મુજમાં સર્વ, મુજ તુજ વિચિ વિવાદ છઈ, તિહાં કુલનો સ્યો ગર્વ ? ઢાલ ૪ વિછીઆની દેશી] કુલ-ગર્વ ન કીજે રે સર્વથા, હુઓ રૂડે કુલિ અવતાર રે, ગુણહીણ જો નર દેખિએ, તો કહિએ કુલ-અંગાર ૨. કુલ ૧ જો નિજ ગુણે જગ ઉજ્વલ કરિઓ, તો કુલ-મદનું ચૂં કાજ રે ? જો દોષ નિજ કાયા ભરી, તો કુલ-મદથી કુલ-લાજ રે. કુલ ૨ કચરાથી પંકજ ઊપનું, હુઓ કમલાનું કુલ-ગેહ , કહો કુલ મોટું કે ગુણ વડા?, એ ભાંજો મન-સંદેહ રે. કુલ ૩ મુરખને હઠ છે કુલ તણો, પંડિતને ગુણનો રંગ રે; ફિણિ-મણિ લેઈ રાણા રાજવિ, શિર ધારે જિમ હરિ ગંગ રે' કુલ ૪ ખોટો કુલ-મદ મૂરખ કરે, પિણ ગુણ વિણ નિસવાદ રે; ખોટો સિંહ બનાવ્યો કુતરો, પિણ કુણ કરચ્ચે સિંહનાદ રે ? કુલ પ ૧ જિમ અંગરે. સમુદ્ર-વહાણ સંવાદ - ૫૪૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy