________________
વાહણ કહે સાયર ! સુણો, જે જગ ચતુર સુજાતિ; તે દાખે હિત-સીખડી, તે મત જાણો તાતિ ૩ જો પણિ પરની દ્રાખ ખર, ચરતાં હણિ ન કોય; અસમંજસ દેખી કરી, તો પિણ મનિ દુઃખ હોય' ૪
ઢાળ ૨
સૂરતી મહિનાની: વા ભમરગીતાની દેશી, અથવા વિજય કરી ઘરી આવિયા,
- બંદિ કરે જયકાર—એ દેશી) સિંધુ કહે હવે સિંધુર, બંધુર નાદ વિનોદ, ઘટતો રે ગર્વ કરું પામું છું ચિત્તિ પ્રમોદક મોટાઈ છઈ રે માહરી, સારે જગત પ્રસિદ્ધ, સિદ્ધ અમર વિદ્યાધર, મુજ ગુણ ગાઈ સમૃદ્ધ. ૧ રજત સુવર્ણના આગર, મુજ છે અંતરદ્વીપ, દીપે જિહાં બહુ ઓષધિ, જિમ રજની મુખ દીપ; જિહાં દેખી નરનારી, સારી વિવિધ પ્રકાર, જાણીએ જગ સવી જોઈG, કૌતુકનો નહિ પાર ર તાજી રે મુજ વનરાજિ, જિહાં છે તાલ તમાલ, જાતિફલ દલ કોમલ, લલિત લવિંગ રસાલ; પૂગી શ્રીફલ એલા, ભેલા નાગ પૂનાગ, મવા જેહવા જોઈએ, તેહવા મુજ મધ્ય ભાગ. ૩ ચંપક કેતકી માલતી, આલતિ પરિમલ છંદ, બકુલમુકુલ વલિ અલિકુલ, મુખર સખર મુચુકુંદ;
૫૩૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org