________________
પદ (સઝાય)
માયાની ભયાનકતા
આપ સ્વભાવમેં રે, અવધૂ સદા મગનમેં રહેના – એ દેશી] માયા કારમી રે, માયા મ કરો ચતુર સુજાન. એ ટેક માયાવાહો જગતવિયુધો, દુઃખિયો થાય અજા; જે નર માયાએ મોહી રહ્યો, તેને સુપને નહિ સુખઠાણ. માયા. ૧ નાના મોટા નરને માયા, નારીને અધિકેરી; વળી વિશેષે અધિક માયા, ઘરડાને ઝાઝેરી. માયા ર માયા કામણ માયા મોહન, માયા જગધુતારી; માયાથી મન સહુનું ચળીયું, લોભીને બહુ પ્યારી. માયા. ૩ માયા કારણ દેશ દેશાંતર, અટવી વનમાં જાય; ઝહાજ બેસીને દ્વિપ-દ્વિપાંતર, જઈ સાયર ઝંપલાય. માયા. ૪ માયા મેલી કરી બહુ ભેલી, લોભે લક્ષણ જાય; ભયથી ધન ધરતીમાં ઘાલે, ઉપર વિષધર થાય. માયા૫ જોગી જતિ તપસી સંન્યાસી, નગ્ન થઈ પરવરિયા; ઉધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉગરિયા. માયા. ૬ શિવભૂતિ સરિખો સત્યવાદી, સત્યઘોષ કહેવાય; રત્ન દેખી તેહનું મન ચળિયું, મરીને દુર્ગતિ જાય. માયા૭ લબ્ધિદત્ત માયાએ નડીયો, પડીયો સમુદ્ર મોઝાર; મચ્છ માખનીઓ થઈને મરીયો, પોતો નરક મોઝાર માયા. ૮
૫૦૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org