SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ નયવિચાર સઝાય* ચોપાઈ પ્રણમું શંખેસર પાસ સમરું, ગુરુગુણ-લીલવિલાસ, ધ્યાઉં હદય વલી મૃતદેવિ, ન વિચાર કેહસું સંખેવિ. ૧. પહિલો નૈગમ નય મનધરો, બીજો સંગ્રહ ચિતિ અનુસરો, ત્રીજો નય મોટો વ્યવહાર, ચોથો તે ઋજુસૂત્ર વિચાર. ર. પંચમ શબદ ધરે નિજ ટેક, સમભિરૂઢ છઠ્ઠો સુવિવેક, એવંભૂત કહિ સાતમો, નામ સાત નયનાં મન રમો. ૩ હવે કહસ્યું વિવરો એહ તણી, જે જિમ માને તે તિમ સુણો, નગમ દીસે જેહ અશેષ, તે માટે સામાન્ય વિશષ. ૪ વૃક્ષ કહે સામાન્ય જણાઇ, સહકારાદિ વિશેષ ઉપાય, દર્શન પ્રથમ લહે સામાન્ય, ઇહાપોહ વિશેષ જ સામાન્ય. પ. સંગ્રહ ન માને ઇક જાતિ, તરુ વિણ કુણ નિંબાદિક ભાતિ, વિધ ગોચર છઇ સકલ પ્રમાણ,ભેદ વિકલ્પ અવિદ્યા ટાણ. ૬. માને નય વ્યવહાર વિશેષ, જેહની છે પરિણામે રખ, ગો દૂઝે ગો નવિ સામાન્ય, નામ ન લીજે ધાન્ય. ૭. નય ઋજુસૂત્ર કહે જે અર્થ, તે ખિણભંગુર અન્ય અનર્થ, સ્વભાવભેદે કિરિયા-ભેદ, અર્થ એક કિમ કહિ વેદ, ૮. સંખ્યા લિંગ વિભેદઇ ભિન, અર્થ શબ્દનય કહે અખિન, સમભિરૂઢ નય વચને હુઆ, ઇંદ્ર-પુરંદર-હરિ જૂઓ. ૯. • હસ્તપ્રતને આધારે અહીં સૌ પ્રથમ વાર પ્રકાશિત થાય છે. - સં. પદ (સજાય) - ૪૮૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy