________________
તજ ને તમાલ લવીંગનું, જેઠીમધ ગણો ભેલા રે, પાન વલી તુલસી તણાં, દુવિહારે લેજ્યો હેલા રે શ્રીજિન ૭ મૂલ જવાસના જાણીએ, વાવડિંગ કસેલો રે, પીપલીમૂલ જોઈ લીજીએ, રાખજ્યો વ્રત-વેલો છે. શ્રીજિન ૮ બાવલ ખેર ને ખેજડો, છોલી ધવાદિક જાણી રે; કુસુમ સુગંધ સુવાસિયો, વાસી પૂનિતસ્ય' પાણી રે. શ્રીજિન૯ એહવા ભેદ અનેક છે, ખાદિમ નીતિ માંહે રે; જીરૂ સ્વાદિમ કહ્યું ભાષ્યમાં, ખાદીમમાં બીજે ઠામે રે. શ્રીજિન ૧૦ મધૂ ગોલ પ્રમુખ જે ગ્રંથમાં, સ્વાદિમ જાતિમાં ભાખ્યો , તે પણ તૃપ્તિને કારણે, આવરણાએ નવિ રાખ્યો રે. શ્રીજિન ૧૧ હવે અણાહાર તે વર્ણવું, જે ચૌવિહારમાં જે રે, લીંબ-પંચાંગ ગલો-કડું, જેથી મતિ નવી મૂંઝે રે. શ્રીજિન. ૧ર રાખ ધમાસો ને રોહણી, સુખડ ત્રીફલાં વખાણો રે; કીરયાતો અતિવિષ એલીયો, રીંગણી પણ તિમ જાણો રે. શ્રીજિન ૧૩ આછી આસંધ-ચીતરો, ગૂગલ હરડાં દાલો રે, બોણ કહી અણહારમાં, વળી મજીઠ નિહાલો રે. શ્રીજિન૧૪ કણેરનાં મૂલ પુંવાડીયા, બોલબીયો તે જાણી રે; હલદર સૂજે ચોવિહારમાં, વળી ઉપલેટ વખાણી રે. શ્રીજિન ૧૫ ચોપચીની વજ જાણીએ, બોરડી ભૂલ કંથરી રે; ગાય ગૌમૂત્ર વખાણીયે, વલી કુંવાર અનેરી રે. શ્રીજિન૧૬
૧. પૂનીતર્યો
ચાર આહારની સન્મય
૪૬૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org