________________
ગુણસ્થાનક સઝાય (૧)
દેશી – કડવાં ફળ છે ક્રોધનાં) હોયે મિથ્યાત્વ અભવ્યને, કાળ અનાદિ અનંતો રે; તેહ અનાદિ શાંત છે, પ્રાણી ભવ્યને તંતો રે શ્રી જિનવચન વિચારીએ. ૧ આવલી પટ સાસાયણે ચોથું અયર તે મીસો રે, મનુજભવાદિક સુરભવે, ઈમ ભાખે જગદીશો રે. શ્રી જિન ર પૂરવ કોડી છે પાંચમો, તેરમું દેશથી ઉણો રે, કાલ અવર ગુણ જાણવો, અંતર્મુહૂર્ત સહુનો છે. શ્રી જિન૦ ૩ સાધુ છઠે અને સાતમે, મીલી રહે પૂરવ કોડી રે; અધિક વધે હોય કેવલી, કઠીન કર્મદલ મોડી રે. શ્રી જિન. ૪ જે જેના વ્યવહારમાં, તેહને તેહ કહેવાય રે, નિશ્ચયથી ગુણઠાણએ, અંતર ગતિ પલટાય રે. શ્રી જિન૫ ઉચીત ક્રિયા અધિગમ થકે, અછતો પણ ગુણ આવે રે, છતો હોય તે સ્થિર રહે, જો જિનવચન સુહાવે છે. શ્રી જિન૬ જે ગુરુચરણ ઉપાસતે, ઈમ ગુણઠાણે વિચાર રે, તે લહે સુજસ સંપદા, નિશ્ચય ને વ્યવહાર રે. શ્રી જિન૭
ગુણસ્થાનક સજાય
૪૫૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org