________________
3
પંચ મહાવ્રત તણિ રે ચારિ, ત્રિવિધ ત્રિવિધ જે ભાખી; આણા કુદ નદી ઉતરતા, એહ છીંડી કિહાં રાખી રે.
કુમતિ ! એહ છીંડી કિહાં રાખી રે ? ૧ નદીય તણા જીવ ઘણું અજપો કારિ, કાં માર્થિ પગ મુકો ? મુગતિ મારગ રખવાલાં થઈને, ચોર થઈ કાં ચુકો રે ? કુ ! ૨ એક ગુરુવંદન આણી હેતે, નદી-પાપ આચરતા; કર્મ વિશોધિને જન વિમલા, ફલ અંતર કુણ કરતા ? કુ॰ ! ૩
જીવહિંસાના થાન જાણી, જિનપ્રતિમા ઉથાપી; સંજમ કાજે નદીય તરતાં, કે ધરમી કે પાપી રે ? કુ૦ ! ૪ બત્રીસ સૂત્રમાંહિ જિનપ્રતિમા, સુર માનવ એ પૂજી; ભવ્ય હુઈ તે કહો કિમપિં, તારી મત કાં મુંજી રે ? કુ૦ ! પ
જિન જનમે સહુ સુરપતિ આવે, નીરે કલસ ભરાવે; એક કોડી સાઠિ લખિ નવરાવે, કહો તે શું ફલ પાવે રે ? કુ॰ ! ૬
દયા દયા મુખ પર પોકારે, દયા મરમ નવી જાણે; સકલ જંતુ જેણે સરણ રાખ્યા, નદીય મહિર કાં નાણે રે ? કુ૦ ! ૭
(જે પ્રતમાંથી આ સ્વાધ્યાય લીધી છે તે પ્રતમાં બધી યશોવિજયજીની કૃતિઓ છે તેથી જો કે આમાં છેવટે તેમના નામનો ઉલ્લેખ નથી તો પણ આ તેમની જ કૃતિ લાગે છે.)
૪૫૨
裴
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org