SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીયાભ સૂરિ પ્રતિમા પૂજી, રાયપણી માહિં, સમકિત વિણુ ભવજલમાં પડતાં, દયા ન સાહે બાંહિ રે. કુમતિ ! ૬ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, છઠે અંગે વાગે; તો હું એક દયા પોકારી, આણા વિણ તું માચે રે ? કુમતિ! ૭ એક જિન-પ્રતિમા–વંદન-એ, સૂત્ર ઘણાં તું લોપે; નંદીમાં જે આગમ સંખ્યા, આપમતી કાં ગોપે ? કુમતિ ! ૮ જિનપૂજા ફલનાદિક સમ, મહાનિસાથે લહિએ; અંધ પરંપર કુમતિવાસના, તો કિમ મનમાં વહિએ રે ? કુમતિ ! ૯ સિદ્ધારથ રાયઇ જિન પૂજ્યા, કલપસૂત્રમાં દેખો; આણાશુદ્ધ દયા મન ધરતાં, મિલે સૂરનો લેખો રે. કુમતિ! ૧૦ થાવર હિંસા જિન-પૂજામાં, જો તું દેખી ધૂજે; તો પાપી તે દૂર દેશથી, જે તુઝ આવી પૂજે રે. કુમતિ ! ૧૧ પડિકમણે મુનિદાન વિહારે, હિંસા દોષ વિશેષ; લાભાલાભ વિચારી જોતાં, પ્રતિમામાં સ્યો દ્વેષ રે ? કુમતિ! ૧ર ટીકા ચૂર્ણિ ભાષ્ય ઉવેખ્યાં, ઉવેખી નિયુક્તિ, પ્રતિમા કારણ સૂત્ર ઉવેખ્યાં, દૂર રહી તુઝ મુગતિ રે. કુમતિ ! ૧૩ શુદ્ધ પરંપરા ચાલિ આવી, પ્રતિમા-વંદન વાણી; સમૂર્છાિમ જે એ મૂઢ ન માને, તેહ અદીઠ અકલ્યાણી રે. કુમતિ! ૧૪ જિનપ્રતિમા જિન સરિખી જાણે, પંચાંગીના જાણ; કવિ સવિજય કહે તે ગિરૂઆ, કીજે તાસ વખાણ રે. કુમતિ ! ૧૫ ૪૫૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) For Private & Personal Use Only Jain Education International 2010_02 www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy