________________
શરણ ચોથું કરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે, જેઠ સુખ-હેતુ જિનવર કહ્યું, પાપજલ તારવા નાવ રે. ૨. ૮ ચારનાં શરણ એ પડિવજે, વલી ભજે ભાવન શુદ્ધ રે; દુરિત સવિ આપણાં નિંદિએ, જિમ હોયે સંવર વૃદ્ધ રે. ૨. ૯ ઈહભવ પરભવ આચર્યા, પાપ-અધિકરણ મિથ્યાત રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તે ગુણ-ઘાત રે. ૨. ૧૦ ગુરુ તણાં વચન તે અવગુણી, ગંથિયા આપ મત જાલ રે; બહુ પરે લોકને ભોલવ્યા, નિંદિએ તેહ જંજાલ રે. ચે૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરિ હરખિયા, કીધલો કામ-ઉનમાદ રે. ૨. ૧૨ જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયા ચાર કષાય રે, રાગ ને દ્વેષને વશ હુવા, જે કીયા કલહ-ઉપાય રે. ચે૧૩ જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યો પિશુનતા પાપ રે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વલિય મિથ્યાત્વ-સંતાપ રે. ચે૧૪ પાપ જે એવાં સેવીયાં, તેહ નિંદિએ ત્રિહું કાલ રે, સુકૃત અનુમોદના કીજિએ, જિમ હોયે કર્મ વિસરાલ રે. ૨. ૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે, તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય-અનુબંધ શુભ યોગ રે. ૨૦ ૧૬ સિદ્ધની સિદ્ધતા ધર્મના, ક્ષય થકી ઊપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે. ચે૧૭
૧. જેહ
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org