________________
શ્રી અમૃતવેલીની મોટી સાય ચેતન ! જ્ઞાન અજુઆલીએ, ટાલીએ મોહ-સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાલીએ, પલીએ સહજ ગુણ આપ ર. ચે૧ ઉપશમ અમૃત-રસ પીજીએ, કીજીએ સાધુ-ગુન-ગાન રે, અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ૨૦ ૨ ક્રોધ-અનુબંધ નવિ રાખીએ, ભાંખીએ વયણ મુખે સાચ રે; સમકિત-રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ ર. ચ૦ ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધર ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહે જગદીશ જગ-મિત્ત ૨. ચં. ૪ જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક-સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે. ચે. ૫ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવ-નગરનું, જ્ઞાન આનંદ ભરપૂર. ચં. ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવ-પંથ રે; મૂલ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ-નિગ્રંથ ૨. ચે. ૭ ૧. એક પ્રતમાં લખ્યું છે કે “અથ વૃદ્ધ અમૃતવેલ વખતે.” ૨. સજ્જન બહુમાન રે ૩. મન શ્રી અમૃતવેલીની મોટી સઝાય
૪૪૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org