SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલતો આપછંદે રખ, મત ભખે પુંઠનો મંસ રે; કથન ગુરુનું સદા ભાવજે, આપ શોભાવજે વંશ રે. ચેતન ! ૮ હઠ પડડ્યો બોલ મત તાણજે, આણજે ચિત્તમાં સાંન રે; વિનયથી દુ:ખ નવિ બાંધસ્યું, વાધસ્યે જગતમાં માંન રે. ચેતન ! ૯ કોકવારે તુઝ ભોલયેં, ઓલવે ધર્મનો પંથ રે; ગુરુ-વચન-દીપ તો કરિ ધરે, અનુસરે પ્રથમ નિગ્રંથ રે. ચેતન ! ૧૦ ધારજે ધ્યાનની ધારણા, અમૃતરસ પારણા પ્રાય રે; આલસ અંગનું પરિહરે, તપ કરી ભૂષજે કાય રે. ચેતન ! ૧૧ કલિ-ચરિત દેખિ મત ભડકજે, અડકજે ગત શુભ યોગ રે; સૂખડી નવમ રસ પાવના, ભાવના આણજે ભોગ રે. ચેતન ! ૧૨ લોકભયથી મન ગોપવે, રોપવેં તું મહાદોષ રે; અવર સુકૃત કીધા વિના, તુઝ દિન જંતિ શુભ શોષ રે. ચેતન ! ૧૩ લોક સન્નાવમાં ચતુર તું, કાંઈ અછતું નવ બોલ રે; ઈમ તુઝ મુગતિમ્યું બાઝસ્થે, વાસસ્થે જિમ ગ્રહી (ગૃહી) મોલ રે. ચંતન ! ૧૪ જ્ઞાન-દર્શન-ચરણ ગુણ તણા, અતિ ઘણો ધરે પ્રતિબંધ રે; તન મન વચન સાચો રહે, તું વહે સાચલી સંધ રે. ચેતન ! ૧૫ પોપટ જિમ પડચો પાંજરે, મનિ ધરે સબલ સંતાપ રે; તિમ પડે મત પ્રતિબંધ તૂં, સંધિ સંભાલજે આપ રે. ચંતન ! ૧૬ મન રમાડે શુભ ગ્રંથમાં, મત ભમાડે ભ્રમ પાશ રે; અનુભવ રસવતી ચાખજે, રાખજે સુગુરુની આશ રે. ચેતન ! ૧૭ અમૃતવેલીની નાની સાય Jain Education International 2010_02 For Private & Personal Use Only : ૪૪૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy